પોરબંદર
પોરબંદર ના વાડી પ્લોટ વિસ્તાર માં થી પાંચેક દિવસ પહેલા સ્થાનિકો ની ફરિયાદ આવતા પાલિકા ના કર્મચારીઓ ઓ તાજા જન્મેલા ગલુડિયા ની માતા ને કુતરા પકડવાની ગાડી માં પકડી જતા જીવદયા પ્રેમીઓ માં ભારે રોષ ની લાગણી જોવા મળે છે અને માતા વગર ના તરફડતા છ જેટલા ગલુડિયા નો જીવ બચાવવા જીવદયા પ્રેમીઓ દ્વારા તેને ગૌશાળા ખાતે લાવી અને બોટલ મારફત દૂધ પીવડાવી અને જીવ બચાવવા પ્રયાસ હાથ ધર્યો છે
પોરબંદર ના પોશ વિસ્તાર ગણાતા વાડી પ્લોટ વિસ્તાર માં આવેલ સ્વાતિક એપાર્ટમેન્ટ ની બાજુ માં શેરી નં..5 માં ગત રવિવારે ચાર દિવસ પહેલા જન્મેલા માતા વગર ના છ જેટલા ગલુડિયા તરફડી રહ્યા હોવાની જાણ પોરબંદર ના મહારાણા મિલ ની ચાલી માં આવેલ પોરાઈ માં ગૌશાળા ના સેવક રાજુભાઈ સરમાં ને કરતા તેઓ તુરંત ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં જઈ ને આ ગલુડિયા ની માતા અંગે પૂછતા એવું જાણવા મળ્યું હતું કે તેની માતા આજુબાજુ માં રહેતા લોકો ને સતત ભસતી હોવાથી હોવાથી સ્થાનિકો એ પાલિકા ને ફરિયાદ કરતા પાલિકા ના કર્મચારીઓ ગાડી લઇ અને આવ્યા હતા અને તેને ગાડી માં લઇ ગયા છે .બચ્ચા ભૂખ અને માતા ના વિયોગ માં તડપતા હતા આથી રાજુભાઈ એ તુરંત તમામ બચ્ચા ને પોરાઈ માં ગૌશાળા ખાતે ખસેડ્યા હતા અને બોટલ મારફત દુધ પીવડાવી અને તેનો જીવ બચાવવા પ્રયાસ હાથ ધર્યો હતો અને આ બચ્ચા ની માતા અંગે પાલિકા ના કર્મીઓ ની પુછપરછ કરતા તેને પોરબંદર થી દુર ઓડદર ગામ પાસે પાલિકા નું કચરા ફેંકવાનું ડમ્પિંગ ગ્રાઉન્ડ છે ત્યાં તે કુતરી ને મુક્ત કરી હોવાનું જણાવ્યું હતું આથી તે દિવસે રાત્રે જ રાજુભાઈ તેના અન્ય જીવદયા પ્રેમી મિત્રો ને લઇ ને ત્યાં દોડી ગયા હતા અને મોડી રાત્રી સુધી તેની માતા ની ભાળ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ ભાળ મળી ન હતી. ત્યાર બાદ સતત પાંચ દિવસ થી રાજુભાઈ અને તેમની ટીમ દ્વારા આ ગલુડિયા ની માતા ની શોધખોળ કરવામાં આવે છે પરંતુ હજુ સુધી ભાળ મળી નથી.હાલ માં આ તમામ ગલુડિયા જુબેલી વિસ્તાર માં રહેતા એક જીવદયા પ્રેમી ને ત્યાં રાખવામાં આવ્યા છે.
તાજા જન્મેલા બચ્ચા ને માતા થી વિખુટા કરવામાં આવતા જીવદયા પ્રેમીઓ માં રોષ જોવા મળે છે. અને આ મામલે પાલિકા સામે પણ આવેદનપત્ર પાઠવવામાં આવશે તેવું જાણવા મળે છે આ અંગે પાલિકા ના અધિકારી ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે પાલિકા દ્વારા તાજા બચ્ચા જન્મ્યા હોય તેવા કોઈ ઢોર પકડવામાં આવતા નથી .આ બનાવ માં પણ પાલિકા ની ટીમ કુતરી પકડ્યા વગર જ પરત ફરતી હતી પરંતુ સ્થાનિકો દ્વારા કુતરી ને કોઈ પણ ભોગે ત્યાંથી લઇ જવા ની જીદ કરતા પાલિકા ની ટીમ દ્વારા કુતરી ઉપાડવામાં આવી હતી.
જુઓ આ વિડીયો