પોરબંદર

પોરબંદર માં કમોસમી વરસાદ ના કારણે થયેલ નુકસાની ના ફોર્મ સ્વીકારવા માટે વીમા કંપની એ કોઈ ઓફીસ ખોલવાના બદલે એક ઝેરોક્સ ની દુકાન ધારક ને આ કામગીરી સોપી હોવાનું કોંગ્રેસ ના સરપ્રાઈઝ ચેકિંગ માં બહાર આવતા ભારે ચકચાર મચી છે અને કોંગ્રેસ દ્વારા આ મામલે ખેતીવાડી અધિકારી નો ઘેરાવ કરવામાં આવતા પોલીસ પણ દોડી ગઈ હતી

 

રાજયભરમાં કમોસમી વરસાદના કારણે ગુજરાતના લાખો ખેડૂતોને કરોડો રૂપીયાનું નુકશાન થયું છે. ખેડૂતો પોતાના પાકનું વિમા કંપનીઓને કરોડો રૂપિયા પ્રિમિયમ પેટે ભરે છે, ત્યારે ખેડૂતોના પાકને કુદરતી આફતના કારણે નુકશાન થાય ત્યારે વિમા કંપનીએ વળતર આપવું એ તેની નૈતિક જવાબદારી છે. પરંતુ સરકાર અનેવિમાકંપનીઓની સાંઠગાંઠના કારણે ખેડુતોને એના હકકના વળતરના પૈસા પરત ન આપવા પડે માટે અનેક પ્રકારે ખેડૂતોને હેરાન પરેશાન કરી આ વળતર આપવા સરકારની દાનત નથી તે રાજય ભરમાં સામે આવી રહયું છે. એક તરફ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પી.કે.પરમારે પત્રકાર પરિષદ ભરીને જાહેર કર્યું ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે ખેડુતોને તેના પાકને નુકશાન થયું હોય તે ખેડતો ૭ર કલાકમાં વિમા કંપનીના ટોલ ફિ નંબર પર જાણ કરે અથવા દરેક જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી, ખેતીવાડી અધિકારીની કચેરી અને તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી અને વિમા કંપનીની તાલુકા ઓફિસે ૭ર કલાકમાં અરજી આપવાની રહેશે. પરંતુ વીમા કંપની એ આપેલ ટોલફ્રી નંબર સતત બંધ જ આવે છે અને આ નંબર માત્ર શોભા ના ગાંઠિયા સમાન હોય તેવું સામે આવ્યું છે ત્યારે આજે પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ અસરગ્રસ્ત ખેડુતોને સાથે રાખી જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ અરજીઓ આપવા ગયા ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીએ આ ખેડુતોને રીલાયન્સ કંપનીની ઓફિસ ખાતે અરજી આપવા જણાવ્યું આથી જિલ્લા કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા અને તમામ ખેડૂતો રીલાયન્સ કંપનીની ઓફિસે અરજીઓ જમા કરાવવા પહોંચ્યા ત્યારે સરકાર અને વિમા કંપનીઓની સાંઠગાંઠ સામે આવી. પોરબંદર તાલુકાના ખેડુતો પાસેથી વિમાનું પ્રિમિયમ ઉઘરાવતી વિમા કંપનીની કોઈ ઓફિસ જોવા ન મળી પરંતુ આ આફિસ એક શિવ ઝેરોક્ષ નામની નાનકડી દુકાનમાં બતાવી આપવામાં આવી છે. આ રેઝોક્ષની દુકાનમાં રીલાયન્સ કંપનીનો કોઈ જવાબદાર કર્મચારી હાજર હતો નહી અને આ અરજીઓ જમા લેનાર વ્યકિતએ જણાવ્યું કે તે પોતે તો ઝેરોક્ષની દુકાનનો માલિક છે. આ દુકાનમાં જે અરજીઓ સ્વીકારવામાં આવતી હતી તેનું કોઈપણ જાતનું ઈનવર્ડ કે આઉટ વર્ડ રજીસ્ટર પણ હાજર હતું નહી. આ બાબતે રામદેવભાઈ મોઢવાડીયા અને કોંગ્રેસના આગેવાનો ફરી રજુઆત કરવા જિલ્લા ખેડીવાડી અધિકારીને રૂબરૂ મળ્યા ત્યારે પણ ખેતીવાડી અધિકારી વિમા કંપનીની ફેવર કરતા હોય તે રીતે ખેડૂતો સાથે વર્તન કરી રહ્યા હતા. ૭૨ કલાકમાં પોરબંદર જિલ્લાના ૬૦ હજાર જેટલા ખેડુતોની અરજીઓ સ્વીકારવા માટે નાની એવી ઝેરોક્ષની દુકાનમાં આવડી મોટી રીલાયન્સ ઈન્શ્યોરન્સ કંપનીની ઓફિસ ચલાવવામાં આવે અને તે પણ કોઈ જવાબદાર કર્મચારીની હાજરી વગર તે સરકાર અને વિમા કંપનીઓની સ્પસ્ટ સાંઠગાંઠ દેખાઈ આવે છે. ઇન્શ્યોરન્સ કંપની પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાની એક પણ ગાઈડલાઈનનું પાલન કરતી નથી અને જેના કારણે હજારો ખેડૂતો આ કમોસમી વરસાદના કારણે પાકને થયેલ નુકશાનીનું વળતર મેળવાથી વંચિત રહેશે. આથી આ બાબતે પોરબંદર કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા અને અન્ય હોદેદારોએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીએ ઉગ્ર રજુઆતો કરી ખેડૂતોને હેરાન પરેશાન કરનાર વિમા કંપનીની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને પોરબંદર જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડતોનું તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવા માગણી કરી હતી.અને રામધુન બોલાવી હતી. અને ખેતીવાડી અધિકારી નો ઘેરાવ કર્યો હતો આથી પોલીસ પણ તુરંત દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો
જુઓ આ વિડીયો