Monday, October 2, 2023

|| तुम रक्षक काहू को डरना ||

video: પોરબંદર પાલિકા નું પોણા બે કરોડ ની પુરાંતવાળું બજેટ પાંચ મિનીટ માં સર્વાનુમતે મંજુર:ગત બજેટ માં સી વ્યુ શોપિંગ મોલ,તળાવ બ્યુટીફીકેશન ના ખ્વાબ દેખાડાયા હતા તે આ બજેટ માં પણ રીપીટ કરાયા

પોરબંદર

પોરબંદર પાલિકા દ્વારા પોણા બે કરોડ ની પુરાંતવાળું બજેટ પાંચ મિનીટ માં સર્વાનુમતે મંજુર કરાયું છે.બજેટ માં ગત બજેટ માં બતાવવામાં આવેલા સ્વપ્નો રીપીટ કરાયા છે.બજેટ બેઠક માં વિપક્ષ કોંગ્રેસે વિકાસકાર્યો માં અન્યાય નો આક્ષેપ કર્યો હતો.

પોરબંદર પાલિકા ની જનરલ બોર્ડ ની ખાસ સભા મળી હતી.જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ નું બજેટ રજુ કરાયું હતું સંભવિત સિલક સહીત નું કુલ ૩,૭૬,૪૩,૪૯,૬૨૪ અને કુલ ખર્ચ ૩,7 ૪,૬૫,૫૦,૫૮૦ ની જોગવાઈ સાથે રૂ ૭૫૦૦૦ ની બંધ સિલક સહીત રૂ ૧,૭૮,૭૪,૦૪૪ ની પુરાંતવાળું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.બજેટ માં કરવેરા માં કોઈ વધારો કરાયો નથી.શહેર ના ૬૪ વિસ્તારો માં ડામર રોડ,પેવર બ્લોક સીસી રોડ માટેનું તથા બાકી રહેતા વિસ્તારો માં ભૂગર્ભ ગટર ના મેનહોલ અને હાઉસ ચેમ્બર બનાવવાનું આયોજન કરાયું છે.ઉપરાંત ખાપટ અને ધરમપુર વિસ્તાર માં ૩૪.૧૮ કરોડ ના ખર્ચે ભૂગર્ભ ગટર ની કામગીરી કરવામાં આવશે.

ગત વર્ષે બજેટ માં સી વ્યુ શોપિંગ મોલ બનાવવાનું,છાયા રણમાં તળાવ બ્યુટીફીકેશન કરવાનું આયોજન કરાયું હતું જેમાં કોઈ કામગીરી થઇ ન હતી અને આ બન્ને આયોજન આ વખતે પણ બજેટ માં રીપીટ કરાયા છે.અમૃત યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજના માટે ગંદા પાણીના સુધારણા કામ,બોખીરામા રૂ. 26.25 કરોડ એસ.ટી.પી. બનાવવાની કામગીરી, પાણી સપ્લાય પ્રોજેકટ રૂ. 40.89 કરોડનો મજુર કરાયો છે.છાયા રણમાં સ્ટ્રોમ વોટર ડ્રેઇન પાઇપ સાથે પંપિંગ સ્ટેશનનું કામ રૂ. 4.63 કરોડનું મંજુર થયું છે.તેમજ 1 થી 13 વોર્ડમાં રોડ સાઈડ ફૂટપાથ બનાવવાનું આયોજન કરાયું છે.

બજેટ માં કોંગ્રેસ ના વોર્ડ માં વિકાસકાર્યો માં ભેદભાવ થતો હોવાની રજૂઆત વિપક્ષ કોંગ્રેસે કરી હતી.હજુ વોર્ડ નં 6 અને 7 માં મુખ્ય માર્ગો અને પેવર બ્લોક ના કામ થયા ન હોવાનું પણ જણાવ્યું હતું.વિપક્ષ સુધરાઈ સભ્યોએ જણાવ્યું હતું કે દર વર્ષે બજેટ મંજુર થાય છે.પરંતુ કામ થતા નથી.આટલા રૂપિયાના કામ થાય તો શહેર રળિયામણું બની જાય પરંતુ એવું થતું નથી.કાગળ પર લખવું અને ગ્રાઉન્ડ પર કામ થવું એ બન્નેમાં તફાવત છે.

શહેરના 5 રોડ સારા જોઈને આંકલન ન થઈ શકે. ઘણા માર્ગો બિસ્માર છે. જલ સે નલ યોજના હજુ અંતરિયાળ વિસ્તારમાં પહોંચી નથી.શહેરના બાગ બગીચાની યોગ્ય જાળવણી થતી નથી ત્યારે સી વ્યુ શોપિંગ મોલ કેવી રીતે બનશે તેવા સવાલો ઉઠયા હતા.તેમજ પ્રજા લક્ષી કાર્યો જેવાકે રોડ, પાણી, લાઈટ સહિતની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરે તે જરૂરી છે.તેવું જણાવ્યું હતું.જે ગ્રાન્ટ આવે તે સરખે ભાગે દરેક વોર્ડમાં ફાળવવી જોઈએ. ભેદભાવ ન કરવો જોઈએ તેવું જણાવ્યું હતું.
સી વ્યુ શોપિંગ મોલ અંગે કોઈ નક્કર આયોજન નહી
વધુ એક વખત બજેટ માં સી વ્યુ શોપિંગ મોલ નું સ્વપ્ન બતાવાયું છે.ત્યારે મીડિયા દ્વારા એક્ઝેક્યુટીવ કમિટીના ચેરમેન શૈલેશ જોશી ને આ મોલ કઈ ગ્રાન્ટ માં થી કેટલા ના ખર્ચે બનશે અને ક્યારે બનશે તે અંગે પૂછતા તેઓએ આ મોલ નું આયોજન હાલ પ્રાથમિક તબક્કે હોવાનું જણાવ્યું હતું.તો વિપક્ષ ના ફારૂકભાઈ સુર્યા એ આ મોલ શહેરની જમીનો ગીરવે મૂકી ને બનાવામાં આવશે તેવો આક્ષેપ કર્યો હતો.

તળાવ બ્યુટીફીકેશન સ્થળે મોટેપાયે પેશકદમી
બજેટ માં આ વખતે પણ છાયા પાટા થી નવાપરા સુધી ના વિસ્તાર માં તળાવ બ્યુટીફીકેશન નું સ્વપ્ન બતાવાયું છે.પરંતુ જે સ્થળે બ્યુટીફીકેશન કરવાનું છે.તે સ્થળો એ હવે તળાવ નામ માત્ર નું રહ્યું છે.અને ચારેકોર મોટેપાયે પેશકદમી કરવામાં આવી છે.ત્યારે વિપક્ષ ના ફારૂકભાઈ સૂર્યાએ સ્થળ નો સર્વે કર્યા બાદ બ્યુટીફીકેશન નું આયોજન કરવા માંગ કરી હતી.

જુઓ આ વિડીયો

ગત વર્ષ ના બજેટ ની કોપી 

આ વર્ષ ના બજેટ ની કોપી 

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે