પોરબંદર
પોરબંદર ના ખાપટ માં કેટલાક વિસ્તારો માં પાલિકા દ્વારા પીવાના પાણી નું એક માસ થી વિતરણ કરવામાં ન આવતા આજે આ વિસ્તાર ની મહિલાઓ એ કોંગ્રેસ ના આગેવાનો ને સાથે રાખી અને પાલિકા નો ઘેરાવ કર્યો હતો. અને એવા આક્ષેપ કર્યા હતા કે પાલિકા દ્વારા પાણી નું વિતરણ કરવામાં ભેદભાવ કરવામાં આવે છે. અને ચોક્કસ વિસ્તારો ને પીવાના પાણી થી વંચિત રાખવામાં આવે છે. જયારે ખાપટ માં જ કેટલાક વિસ્તાર માં નિયમિત પીવાના પાણી નું વિતરણ થાય છે. તો કેટલીક મહિલાઓ એ એવા આક્ષેપ પણ કર્યા હતા કે પાણી ના વાલ્વમેન દ્વારા પૈસા ના ઉઘરાણા કરવામાં આવે છે. તો કેટલીક જગ્યા એ પાણી ની મેઈન લાઈન માં ચેડા કરી અને પાણી ના ટેન્કર વેચવામાં આવતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા. જો કે પાલિકા ના અધિકારીઓ એ આ તમામ આક્ષેપ નકારી કાઢ્યા હતા અને નર્મદા ના પાણી વિતરણ માં કેટલાક વિક્ષેપ સર્જાવા થી દરેક જગ્યા એ પાણી વિતરણ માં અસર થઇ છે. જે થોડા સમય માં નિયમિત થઇ જશે તેવો બચાવ કર્યો હતો. પાલિકા દ્વારા ૨૪ કલાક માં યોગ્ય કરવામાં નહી આવે તો પાલિકા કચેરી ની તાળાબંધી અને કચેરી ખાતે મટકા ફોડ નો કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી પણ કોંગ્રેસ ના આગેવાનો એ આપી હતી
જુઓ આ વિડીયો