પોરબંદર
પોરબંદર ની કે બી જોશી શાળા ની વિદ્યાર્થીનીઓ એ આજે જીલ્લા એન એસ યુ આઈ ની ટીમ ને સાથે રાખી અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે શાળા ના સમય માં ફેરફાર કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો અંતે જીલ્લા શિક્ષણાધિકારી એ આ અંગે ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો

સરકાર દ્વારા ૨૦૧૨માં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, રાજ્યમાં સરકારી શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવે. સવારની શાળાઓનો સમય બપોરની પાળી માં એટલે કે ૧૧ થી ૫ કરવામાં આવે, પરંતુ અમુક વિરોધો બાદ ફરી ૨૦૧૩ માં પરિપત્ર જાહેર કરાયો કે ૬ કલાક પૂરતું શિક્ષણ આપી આચર્યો પોતાના રાબેતા મુજબ સમય કરી શકે છે.
આ બાબતે પોરબંદર જિલ્લામાં ૧ જુલાઈના રોજ જિલ્લાની તમામ સરકારી-ગ્રાન્ટેડ શાળોમાં ૧૧ થી ૫ બપોરની પાળી કરવામાં આવે તેવો પરિપત્ર શિક્ષણ અધિકારી કચેરીએ થી જાહેર કરાયો હતો, જે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈ ટીમે વિદ્યાર્થીઓના રજૂઆતને પગલે એક અઠવાડિયા પેલા વિરોધ નોંધાવી શિક્ષણ અધિકારીને આવેદન આપી, વિદ્યાર્થીઓની તમામ પરિસ્થિતિઓથી વાકેફ કર્યા હતા અને માંગ કરી હતી કે ફરી શાળાઓમાં સમય રાબેતા મુજબ કરવામાં આવે, આ બાબતે શિક્ષણ અધિકારી કચેરીથી જણાવામાં આવ્યું હતું કે અમે થોડા દિવસોમાં બધી સ્થિતિ જોઈ યોગ્ય કરીશું.. અને ૫ દિવસમાં શિક્ષણ અધિકારી દ્વારા એવું જાહેર કરાયું હતું કે સમય બાબતે કોઈ પણ શાળાઓને ફરજીયાત નથી, પોતાને અને વિદ્યાર્થીઓને અનુકૂળ રૂપે પોતાની શાળાઓમાં સમય ફેરફાર કે રાબેતા મુજબ કરી શકે છે, જેમાં જિલ્લા ઘણી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને અનુરૂપ સમય કરવામાં આવ્યો હતો.
પરંતુ પોરબંદર જિલ્લાની છાંયા વિસ્તારમાં આવેલી કે.બી.જોશી કન્યાશાળામાં સમયમાં ફેરફાર નહિ કરતા ત્યાં અભ્યાસ કરતી ૫૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તેમની વાત સાંભળવા કોઈ તૈયાર ના હતું.. શાળાઓના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીની બહેનોને કહેવામાં આવ્યું કે સમયમાં ફેરફાર કરવામાં આવશે નહિ, ત્યારે આ બાબતની જાણ પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈ ટીમને વિદ્યાર્થીની બહેનો અને વાલીઓ દ્વારા કરવામાં આવી, વિદ્યાર્થીની બહેનો દ્વારા એવું જણાવવામાં આવ્યું કે ૩૦ વર્ષથી અહીં સવારની પાળીનો સમય હોય, અમારા માતા-પિતા પણ અહીં અભ્યાસ કરી ગયેલ હોય, અમુક કારણોસર આ શાળાનો સમય બપોર ૧૧ થી ૫ કરવામાં આવ્યો છે જેથી અભ્યાસમાં તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે, ઘણા ગરીબ પરિસ્થિતિમાંથી આવતા હોય ત્યારે તેમના માતા-પિતા મજૂરી કામે જતા હોય ત્યારે ઘરનું કામ, નાના ભાઈ-બેનને સાચવા બધી જવાબદારી આ બહેનોની હોય, ટ્યુશન જઈ નથી શકતા , તેમને ભણવામાં તકલીફો વેઠવી પડતી હોય, બપોરે જમવાનું થતું ના હોય, ત્યારે ફરી સમય રાબેતા મુજબ કરવામાં આવે, ત્યારે ૫૦૦ જેટલી વિદ્યાર્થીની બહેનોને સાથે રાખી પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈ ટીમે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો, ફરી સમય રાબેતા મુજબ કરવામાં આવે તેવી માંગ સાથે અડગ રહી, કચેરીમાં વિદ્યાર્થીની બહેનો અને એન.એસ.યુ.આઈ ટિમ દ્વારા we want justice, હમારી માંગે પુરી કરો, ના સુત્રોચાર કરાયા હતા..
આ બાબતે આજે જ નિર્ણય કચેરી દ્વારા લેવામા આવે તે માંગ સાથે અડગ રહી જિલ્લા NSUI ટીમે અને વિદ્યાર્થીની બહેનો કચેરીની બહાર જ ધરણા પર બેસી ગયા હતા.. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ વિચારી અને શાળાના સત્તાધીશો સાથે વાતચીત કરી વિદ્યાર્થીની બહેનો અને NSUI ટીમને ખાતરી આપવામાં આવી હતી કે સોમવાર થી રોજ તેમની શાળાનો સમય ફરી રાબેતા મુજબ કરવામા આવશે, આ નિર્ણયથી વિદ્યાર્થીની બહેનોમાં ખુશી છવાઇ હતી તેમણે પોરબંદર જિલ્લા NSUI ટીમ અને જિલ્લા શિક્ષણ અધિકારીનો આભાર માન્યો હતો.
સોમવારના રોજ જો સમય રાબેતા મુજબ નહી કરવામા આવે તો પોરબંદર જિલ્લા NSUI ટીમ વિદ્યાર્થીની બહેનો ને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી એ ડેરો નાંખશે તેવું શિક્ષણ અધિકારીને જણાવ્યું હતું .આ રજૂઆત માં પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ, ઉમેશરાજ બારૈયા, રાહુલ ચુડાસમા, રાજ વાજા, યશ ઓઝા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

જુઓ આ વિડીયો