Advertisement

પોરબંદર
ગઈ કાલે પોરબંદર જીલ્લા –પોલીસ નું વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું તે અંતર્ગત પોરબંદર ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ માં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર ની મહિલા કોન્સ્ટેબલો દ્વારા કરાટે ના દિલધડક સ્ટંટ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
પોરબંદર પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ ના સીધા માર્ગદર્શન હેઠળ એક્સટ્રીમ ફિટનેશ કેર અને કરાટે ડો એસોસીએશનના પ્રેસિડેન્ટ બ્લેક બેલ્ટ ફીફ્થ ડાન સેન્સઈ કેતન કોટીયા દ્વારા ચુનીંદા મહીલા પોલીસ કોન્સ્ટેબલોને કરાટેનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ કરાટે નું પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર પોરબંદર ની મહીલા પોલીસ કોન્સ્ટેબલોએ રેંજ આઈજી સુભાષ ત્રિવેદી ની વિશેષ ઉપસ્થિતિ માં કરાટેની વિવિધ ફ્રી હેન્ડસ ટેકનિક્સ, સેલ્ફ ડીફેન્સ, કન્ડીશનીંગ, બ્રેકીંગ બાઈક સ્ટન્ટ સહીતની દિલધડક પ્રસ્તુતી કરી અને પોતાની સાહસિકતા અને કુશળતા નો પરિચય કરાવ્યો હતો જે નિહાળી ને ઉપસ્થિત તમામ દર્શકો અને પોલીસ અધિકારીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા રોમાંચ થી ભરપુર દિલધડક કરાટે ડેમોન્સ્ટ્રેશન નિહાળી રેંજ આઈજી સુભાષ ત્રિવેદી એ આ મહિલા કોન્સ્ટેબલો ની અન આર્મ્ડ કરાટે ટીમ ની ખુબ જ પ્રસંશા કરી હતી. અને કરાટે ડેમોન્સ્ટ્રેશન ટીમ ના દરેક સદસ્ય ને ઇનામ ની જાહેરાત કરી હતી અને પોરબંદર પોલીસ ની આ મહિલા કોન્સ્ટેબલો ની અન આર્મ્ડ કરાટે ટીમ ને ઉચ્ચતમ ટ્રેનીંગ આપવા માટે એકસ્ટ્રીમ ફિટનેસ કેર તથા કરાટે ડો એસોસિએશન ના પ્રેસીડેન્ટ કેતન કોટિયા નો વિશેષ આભાર વ્યક્ત કરી સન્માનિત કર્યા હતા
આ પ્રસંગે પોરબંદર પોલીસ ના આ કાર્ય માં નિસ્વાર્થ સેવા આપવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલે સેન્સઈ કેતન કોટિયા ને ભવિષ્ય માં પણ આ પ્રમાણે ના કાર્યો માં સહભાગી બનવાની આશા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી
જુઓ આ વિડીયો

Advertisement