પોરબંદર
પોરબંદર માં ધનતેરસ ના દિવસે જવેલર્સ ના શોરૂમ માં થી સવા લાખ રૂપિયા ની કીમત ના સોનાના પેન્ડલ ની ચોરી થઇ હતી.જે મામલે શોરૂમ ના સેલ્સમેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.અને ચોરી કરનાર બે મહિલાઓ હાથવેંત માં હોવાનું જાણવા મળે છે.

દિવાળી તહેવાર દરમ્યાન સોની બજારમાં ગ્રાહકોની ભીડ જામતી હોઈ છે.ત્યારે ધનતેરસના દિવસે શુકનરૂપે સોના ચાંદીની ખરીદી માટે ગ્રાહકો ઉમટી પડ્યા હતા.તે દરમ્યાન સોનાના પેન્ડલ ની ચોરી કરી જવાની ઘટના સામે આવી છે.

ગત તા. 13/11 ના રોજ બપોરના 2 વાગ્યાના અરસામાં સારા ઘર ની જણાતી યુવતી અને મહિલા માણેકચોકમાં આવેલ જોગીયા જવેલર્સના શોરૂમ માં પહોંચી હતી. અને સોનાની ચીજો પસંદ કરતી હતી. તે દરમ્યાન અઢી તોલા વજન નું સવા લાખ રૂપિયા ની કીમત નું એક સોનાનું પેન્ડલ સેલ્સમેન ની નજર ચૂકવી કાઉન્ટર પરથી પેન્ડલ નિચે પાડી અને મહિલાએ પેન્ડલને પોતાના બેગમાં છુપાવી ચોરી કરી લઈ ગઈ હતી.

સોનાનું પેન્ડલ ચોરાયું હોવાનું ધ્યાને આવતા આ સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક યુવતી અને એક મહિલાએ ચોરી કરી હોવાનું કુટેજમાં જાણવા મળ્યું હતું. હાલ કોરોના ને પગલે માસ્ક પહેરવું ફરજિયાત છે.જેથી આ બંને મહિલાએ માસ્ક પહેરી આવી હોય જેથી તેમનો ચહેરો ન દેખાય શકે અને કોઈ શોધી નહિ શકે.તેવા વિચારે સોનાના પેન્ડલની ચોરી કરી ચાલી ગઈ હતી.

જે અંગે જોગીયા જવેલર્સના સેલ્સમેન રોનક ભદ્રેશભાઈ પોપટએ કીર્તિમંદિર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.અને જવેલર્સની દુકાને પણ વધુ તપાસ હાથ ધરી છે.જો કે મહિલાઓ ની ઓળખ ટૂંક સમય માં જ થઇ જાય અને બન્ને મહિલાઓ ગણતરી ના સમય માં જ ઝડપાઈ જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
જુઓ સીસીટીવી ફૂટેજ સાથે નો આ વિડીયો

Advertisement