Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર માં વિશ્વ ફોટોગ્રાફી દિવસ ની ઉજવણી કરાઈ:કેમેરા રોલ થી લઇ મેમરી કાર્ડ સુધીના સફર ની યાદો તાજા કરી

પોરબંદર

પોરબંદર ના સીનીયર ફોટોગ્રાફર દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કેમેરા રોલ થી લઇ અત્યાર ના મેમરી કાર્ડ સુધી ના સફર ની યાદો તાજા કરી હતી.

૧૯ ઓગસ્ટ એટલે વિશ્વ ફોટોગ્રાફી દિવસ.સમય જતા કળા ના આ ક્ષેત્ર માં અનેક પરિવર્તન આવ્યા છે.ત્યારે પોરબંદર ના સીનીયર ફોટોગ્રાફર હરીશભાઈ લાખાણી એ વિશ્વ ફોટોગ્રાફી દિવસ ની ઉજવણી કરી જૂની યાદો તાજા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે એક સમયે કેમેરા માં માત્ર 12 બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા નો રોલ આવતો હતો જેમાં તસ્વીર ખેંચવા થી લઇ ને ડાર્કરૂમ માં રોલ ડેવલપ કરી તસ્વીર ની પ્રિન્ટ કાઢવા સુધી ના કામ માટે અલગ અલગ સાત કારીગર ની જરૂર પડતી હતી.અને સાત દિવસે એક ફોટો મળતો હતો.

ત્યાર બાદ ૩૫ ફોટા ના કલર રોલ ની શરુઆત થઇ તેમાં પણ રોલ ડેવલપ કરવા માટે પોરબંદર માં સુવિધા ન હોવાથી રોલ ધોવડાવવા માટે અમદાવાદ અને મુંબઈ મોકલવામાં આવતા હતા.અને પાંચ દિવસે ફોટો મળી શકતો હતો.તેમાં પણ તસ્વીર કેવી ક્લિક કરી છે.તે જોવાની સુવિધા ન હતી.પરંતુ ત્યારબાદ બે હજાર ની સાલ પછી ના બે દાયકા માં ફોટોગ્રાફી ક્ષેત્રે જબરું પરિવર્તન આવ્યું હતું.અને હાલ તો કેમેરા કરતા પણ સારી ફોટોગ્રાફી ની સુવિધા ધરાવતા મોબાઈલ મળે છે.

તો મેમરીકાર્ડ માં જોઈએ તેટલા ફોટોગ્રાફ નો સંગ્રહ કરી શકાય છે.તથા ફોટો એડીટીંગ માટે પણ અનેક એપ આવે છે.ત્યારે હાલ તસ્વીરકારો માટે કામ ઘણું આસાન થયું હોવાનું જણાવ્યું હતું.હરીશભાઈ ના પુત્ર શ્યામે આધુનિક ફોટોગ્રાફી ની તથા વિવિધ ફિલ્ટર સહીત ની માહિતી આપી હતી.અને જણાવ્યું હતું કે સારી ફોટોગ્રાફી માટે માત્ર મોંઘો મોબાઈલ મહત્વ નો નથી પરંતુ  કળા દ્રષ્ટિ મહત્વ ની છે.

જુઓ આ વિડીયો

ફોટોગ્રાફી ની શરુઆત થી અત્યાર સુધી ની સફર 

દુનિયામાં અનેક કલાક્ષેત્રોમાં મુખ્ય ચિત્ર અને ફોટોગ્રાફી છે.ચિત્રકલા તો હજારો વર્ષો જૂની છે. પણ ફોટોગ્રાફી લગભગ ૧૭૦ વર્ષ જૂની છે.૨૧મી સદીમાં વિકાસ પામેલી ફોટોગ્રાફી કળાએ માનવજાત અને વિજ્ઞાનને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવી દીધું છે.જેનો મુખ્ય પુરાવો આજે ઘરબેઠા દેશવિદેશના લાઈવ શો નિહાળી શકીએ છીએ તે છે.આ અતિ મહત્વના અને માનવ સાથે રોજના જીવનમાં વણાઈ ગયેલા ફોટોગ્રાફીના ઇતિહાસની ટુકમાં ઝાંખી કરીએ

ઈ. સ. ૧૮૩૯ માં  જીપ્સે અને ડાગુરે નામના વૈજ્ઞાનીકોએ ફોટોગ્રાફીની શોધ કરી ત્યારથી પીનહોલ કેમેરા, BOX કેમેરા અને આજના અતિ આધુનિક ડીજીટલ કેમેરે સુધીની વિકાસયાત્રા અવિરત રહી.ઈ. સ. ૧૫૫૮ આ ગીસોવાના બાટીસ્ટા ડેલાપાર્તાએ અંધારાવાડું નાના કાણા વાળું બોક્ષ બનાવ્યું.જેને ઓબ્સ્ક્યોરા નામ અપાયું.બાદ ઈ. સ. ૧૮૨૬માં ફિલ્મની શોધ થઇ.૧૮૩૯માં અમેરિકન વૈજ્ઞાનિક જ્યોર્જ ઈસ્ટમેન કોડાક કંપનીની સ્થાપના કરી,કોડાકનો બોક્ષ કેમેરા વિશ્વ બજારમાં મુકયો.કેમેરાના લેન્સની શોધ થતા આજનો અતિ આધુનિક અને સરળ કેમેરા અસ્તિત્વમાં આવ્યા.પેન્ટેક્ષ કોનોકા કેમેરા બજારમાં મુક્યા તો તે સાથે જ કેપ્સુલ કેમેરા,સોનોગ્રાફીના કેમેરા પણ બજારમાં આવ્યા.આજે તો ડીજીટલ લેબ શરુ કરી રોલ પ્રોસેસ્સિંગ માટેની લેબ દ્વારા લોકોને ઝડપથી,સુલભ અને મનપસંદ સ્ટાઇલના વિવિધ ફોટોગ્રાફીનો લાભ મળે છે.આમ, માનવીની ઈચ્છાશક્તિ ને વિજ્ઞાનને આસમાને પહોચાડનાર ફોટોગ્રાફી કલાને વંદન નો દિવસ એટલે વિશ્વ ફોટોગ્રાફી દિવસ.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે