Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર પાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રોત્સાહક વેરા વળતર યોજનાનો લાભ વધુ 2 માસ લંબાવાયો

પોરબંદર

પોરબંદર પાલિકા દ્વારા વેરા ભરપાઈ માં  આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રોત્સાહક વળતર યોજનાનો લાભ મળશે જેમાં ધારકો અગાવના તમામ બાકી વેરા તા. 31 જુલાઈ સુધીમાં ભરપાઈ કરશે.તો વ્યાજ પેનલ્ટીમા માફી મળશે. એડવાન્સ વેરો ભરનારને 10 ટકા વળતર મળશે.

પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે,આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ લાભ આપવામાં આવેલ હતો.જેમાં અગાઉના વર્ષોની બાકી કરવેરાની ૨કમ ભરવામાં સરળતા રહે,પ્રોત્સાહન મળે તે હેતુથી અગાઉના વર્ષોના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા. 31 માર્ચ 2022 સુધીમાં ભરપાઈ કરે તો અગાઉના વર્ષોની એટલે કે નાણાકીય વર્ષ 2020-21 સુધીના વર્ષની નોટીસ ફી, વ્યાજ, પેનલ્ટી,વોરટ ફી પેટેની 100 ટકા રકમ માફી આપવા અંગે ગુજરાત સરકાર દ્વારા પ્રોત્સાહક વળતર યોજના લાગુ પાડવામાં આવેલ હતી.

હવે આ માટે બે માસ યોજના લંબાવાઈ છે. એટલેકે તા. 31 જુલાઈ સુધી લાભ મળી શકશે. આ યોજના હેઠળ નાણાકીય વર્ષ 2022-23 ની વેરાની રકમ તા. 1 જુલાઈ સુધીમાં એડવાન્સ ભરપાઈ કરવા પર 10 થી 12 ટકાનું વળતર મળવા પાત્ર રહેશે.એટલેકે તા. 30 જૂન સુધીમાં ચાલુ વર્ષનો તમામ વેરો ભરપાઈ કરે તો મિલકત વેરા પર 7 ટકા વળતર અને આ વેરો ઓનલાઇન ભરે તો 5 ટકા એટલે કુલ 12 ટકા વળતરનો લાભ મળે.તેમજ તા. 1જુલાઈ થી 31 જુલાઈ 2022 દરમ્યાન તમામ પ્રકારનો ચાલુ વેરો ભરપાઈ કરે તો ધારકોને મિલકત વેરા પર 5 ટકા અને આ વેરો ઈ–નગરની મોબાઈલ એપ કે ઈ–નગરના ઓન લાઈન સીટીઝન પોર્ટલ મારફતે આ વેરાની રકમ તા.31 જુલાઈ સુધીમાં ભરપાઈ કરવા પર વધુ 5 ટકા વળતર મળવા પાત્ર રહેશે.એટલે કુલ 10 ટકા લાભ મળશે.આ વળતર માત્ર મિલ્કત વેરાની ૨કમો ઉપર જ મળશે તેવું પાલિકાના ચીફ ઓફિસર આર.સી. દવેએ જણાવ્યું છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે