Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ની ચોપાટી ખાતે“નવી સવાર-હોપ એન્થમ ઓફ ગુજરાત” ગીત નું શુટિંગ પૂર્ણ:પોરબંદર ટાઈમ્સ નો ખાસ અહેવાલ

પોરબંદર
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ગુજરાત ના સામર્થ્યવાન તથા હિંમતવાન પ્રજાજનો ને સમર્પિત ઉત્સાહ પ્રેરક એક ગીત “નવી સવાર” – હોપ એન્થમ ઑફ ગુજરાત નું નિર્માણ કરાયું છે.જેગીત રાજ્ય ના જાણીતા કવી મકરંદ મુશળે દ્વારા લખાયેલ છે તથા નિર્દેશન ઉપરાંત ગીત ના છંદ મૂળ પોરબંદર ના અને હાલ બરોડા ના ફિઝીયોથેરાપીસ્ટ અને સ્વચ્છતા નો સનેડા ના રચિયતા તરીકે જાણીતા ડો હેમાંગ જોશી એ લખ્યા છે તાજેતર માં કોરોના વાયરસ અને લોકડાઉન ના કારણે લોકો માં ચિંતા અને ભય ની લાગણી જોવા મળે છે ઉપરાંત નિરાશા પણ જોવા મળે છે .કોરોના વાયરસ ના આ સમયગાળા માં હતોત્સાહ થયેલ રાજ્ય ના લોકો માં નવી આશા અને ઉમંગ નો સંચાર થાય તે માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ઉત્સાહ પ્રેરક એક ગીત “નવી સવાર” – હોપ એન્થમ ઑફ ગુજરાત નું નિર્માણ કરાયું છે.જેનું શુટિંગ તાજેતર માં પોરબંદર ની ચોપાટી ખાતે પૂર્ણ થયું છે.સાત મિનીટ નું આ ગીત જાણીતા ગાયકો રવીન નાયક,ઐશ્વર્યા મજુમદાર અને ભાવેશ વ્યાસ દ્વારા ગાવા માં આવ્યું છે.
જુઓ આ વિડીયો

ગાંધીભુમી માટે ગૌરવ ની વાત :ડાયરેક્ટર તથા નૃત્યાંગના બન્ને પોરબંદર ના
ગાંધીભુમી પોરબંદર ના લોકો માટે ગૌરવ ની વાત એ છે કે રાજ્યસરકાર દ્વારા લોકો માં ઉત્સાહ વધારવા માટે બનાવાયેલ આ સોંગ ના ડાયરેક્ટર મૂળ પોરબંદર અને હાલ બરોડાના ફિઝીયોથેરાપીસ્ટ ડો હેમાંગ જોશી છે જે સ્વચ્છતા નો સનેડો ના રચિયતા તથા સ્વચ્છતા સેના ના સ્થાપક તરીકે જાણીતા છે હેમાંગભાઈ એ નિર્દેશન ઉપરાંત આ ગીત ના છંદ પણ લખ્યા છે તો બીજી તરફ આ સોંગ ની શરુઆત જેના ભરતનાટ્યમ નૃત્ય થી થાય છે તે નૃત્યાંગના સુરભી રાણીંગા પણ પોરબંદર ના જ છે આમ રાજ્યસરકાર દ્વારા લોકો ના ઉત્સાહ માં વધારો કરવા માટે બનાવાયેલ ગીત માં ગાંધીભુમી પોરબંદર નું મહત્વ નું યોગદાન રહ્યું છે
ચોપાટી ખાતે રાજમહેલ ના સાનિધ્ય માં ઉગતા સૂર્ય ની સાક્ષીએ ભરત નાટ્યમ
આ ગીત ની શરુઆત પોરબંદર ની જાણીતી નૃત્યાંગના સુરભી રાણીંગા એ ચોપાટી રાજમહેલ ની સામે ઉગતા સુરજ સામે કરેલ ભરતનાટ્યમ નૃત્ય થી થાય છે. જે ગીત ના ટાઈટલ નવી સવાર ને સાર્થક ઠેરવે છે નૃત્ય ના બેકગ્રાઉન્ડ માં ઉગતો સુરજ અને ચોપાટી ઉપરાંત રાજમહેલ નું દ્રશ્ય અનેરા નઝારા નું સર્જન કરે છે જે નઝારો માણવા માટે લોકો આ સોંગ રીલીઝ થાય તેની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે
પોરબંદર ઉપરાંત રાજ્ય ના અનેક શહેરો માં શુટિંગ
આ ગીત નું શુટિંગ પોરબંદર ચોપાટી ઉપરાંત જામનગર,ગાંધીનગર,રાજકોટ,અમદાવાદ,ડાંગ અને સુરત સહીત ના લોકેશન પર કરવામાં આવ્યું છે
ગીત નું ફિલ્માંકન મુખ્યમંત્રી ઉપરાંત રાજ્ય ના ૩૦ જેટલી વિવિધ ક્ષેત્ર ની જાણીતી હસ્તીઓ પર
આ સોંગ રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,મનસુખભાઈ માંડવીયા,પરસોત્તમ રૂપાલા,ભુપેન્દ્રસિંહ ચુડાસમા,ઈશ્વરભાઈ પટેલ સહીત રાજ્ય ના ૩૦ જેટલા વિવિધ ક્ષેત્ર ના ખ્યાતનામ લોકો પર ફિલ્માવવામાં આવ્યું છે જેમાં નેશનલ એવોર્ડ વિનર અભિનેત્રી હેલારો ફેઈમ શ્રદ્ધા ડાંગર,નિર્દેશક અભિષેક શાહ ,રેવા માં કરેલ અભિનય થી જાણીતી બનેલ મોનલ ગજ્જર,ગુજરાત ની સ્પોર્ટ્સ રેસર મીરા એરડા, આરજે ધ્વનિત,આરજે દેવકી,જાણીતા એથ્લેટ સરિતા ગાયકવાડ,યશ સોની,સાઈરામ દવે,જય વસાવડા વગેરેનો પણ સમાવેશ થાય છે. આ ઉત્સાહપ્રેરક સોંગ ટૂંક સમય માં જ રીલીઝ થશે

આ ઉત્સાહપ્રેરક સોંગ માં નૃત્ય કરવાની તક મળી તે ખુબ ખુશી ની વાત
આ સોંગ ની શરુઆત જેના નૃત્ય થી થાય છે તે સુરભી રાણીંગા એ પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં એવું જણાવ્યું હતંિ કે શુટિંગ કર્યું એના ત્રણ દિવસ અગાઉ જ તેને ડો હેમાંગ દ્વારા આ પ્રોજેક્ટ અંગે માહિતી આપવામાં આવી હતી. રાજ્ય ના વિવિધ ક્ષેત્ર ના અનેક જાણીતા લોકોએ આ સોંગ માં પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે આ સોંગ માં નૃત્ય કરવાની તક મળી તે મારા માટે ખુબ ખુશી ની વાત છે.ઉલ્લેખનીય છે કે સુરભી ના પિતા જીતેનભાઈ રાણીંગા પણ કલાનગરી પોરબંદરમાં ભારતીય શાસ્ત્રીય સંગીત, કલા, લોક સંગીત અને સંસ્કૃતિના સંસ્કારનો ભવ્ય વારસો જાળવવા અવિરત પ્રયત્ન કરતી સુરભી કલાવૃંદ સંસ્થા થી જાણીતા છે.

 

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે