Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ના બેરણ ગામના દિવ્યાંગ ની અનેરી સિદ્ધી:આંતરરાષ્ટ્રીય કક્ષા એ શહેર જીલ્લા નું નામ રોશન કર્યું

પોરબંદર

કહેવાય છે કે, જીવનમાં જો દ્રઢ સંકલ્પ કરો તો કોઈ પણ સિદ્ધિ હાંસલ કરી શકાય છે,જેને સાબિત કરી બતાવ્યું છે પોરબંદર નજીકના બેરણ ગામના દિવ્યાંગ ક્રિકેટર ભીમાભાઈ ખૂટીએ.30 જેટલી નેશનલ સિરીઝ અને ચાર ઇન્ટરનેશનલ સિરીઝ રમેલ દિવ્યાંગ ક્રિકેટર અને ગુજરાત વ્હીલચેરના કપ્તાન અનેક લોકોની પ્રેરણા બન્યા છે.પોરબંદર ના નાના એવા બેરણ ગામના દીવ્યાંગે પોતાના મજબુત મનોબળે અનેરી સિદ્ધિ મેળવી છે.આ યુવાને વ્હીલચેર ક્રિકેટ ઉપરાંત એથલેટીક્સ માં પણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

આજે ૩ ડીસેમ્બર એટલે કે વિશ્વ વિકલાંગ દિવસ છે.ત્યારે જાણીએ પોરબંદર ના દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટર ભીમા ખુંટી વિશે.ભીમા ખુંટી નો જન્મ ૪૦વરસ પહેલા ૪૦૦ ની વસ્તી ધરાવતા બેરણ ગામ માં થયો હતો.એક વરસ ની વર્ષની ઉંમરે જ ભીમાભાઈને પોલિયો થઈ થઇ જતા બંને પગ નકામા થયા હતા.તેને પહેલે થી જ ભણવા કરતા રમવાનો વધુ શોખ. જમીન પર ઘસડાતાં ઘસડાતાં રમવાનું ચાલુ કર્યું.ક્રિકેટ, ગિલ્લી દંડા, લખોટી, વગેરે માં હાથ પગ છોલાઈ જતા ત્યાં સુધી રમતા.નાનપણ માં પિતા સાથે રેડિયો પર કોમેન્ટ્રી સાંભળી મનોમન ક્રિકેટર બનવા નું નક્કી કર્યું હતું.

૨૦૧૪માં તેને જાણવા મળ્યું કે ભારતમાં વ્હીલ ચેર ક્રિકેટરો માટે આગ્રા ખાતે સિલેકસન થશે.તે સમયે તેના નવા લગ્ન થયા હતા.તે સમયે પુરજાેશ મહેનત કરી રાત દિવસ પ્રેક્ટીસ કરી હતી.આગ્રા માં ભીમા ખુંટી ની સીધી વાઈસ કેપ્ટન તરીકે પસંદગી થઇ હતી.ત્યાર બાદ તેઓ અત્યાર સુધી માં ૪ ઇન્ટરનેશનલ ક્રિકેટ સીરીઝ રમ્યા છે.જેમાં નેપાળ, બાંગ્લાદેશ, મલેશિયા અને છેલ્લે દુબઈ માં પાકિસ્તાનને ૩-૦ થી હરાવ્યું હતું.નેપાળ સામે તો ભીમાભાઈ મેન ઓફ ધ સિરીઝ પણ બન્યા હતા.અને એક વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો હતો.જેમાં તેઓએ ૫ રન આપીને ૫ વિકેટ લીધી હતી.

ઉપરાંત અત્યાર સુધીમાં ૩૦ જેટલી નેશનલ ટુર્નામેન્ટ માં પણ ભાગ લઈ ઘણા નેશનલ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. સાથે સાથે એથલેટિક્સ માં પણ સ્ટેટ લેવલે ગોલ્ડ તથા સિલ્વર મેડલ મેળવી ચુક્યા છે.વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને બીજા ઘણા ક્રિકેટર ભીમાભાઈનાં આ સંઘર્ષને નવાજી ચૂક્યા છે.

ક્રિકેટ રમતમાં અનેક કંપનીઓ દ્વારા પ્રોત્સાહન મળતું હોય છે, પરંતુ ભારતની વ્હીલચેર ક્રિકેટ ટિમને પણ નોર્મલ ક્રિકેટરોની જેમ પ્રોત્સાહન મળે તો હજુ પણ આગળ વધી શકે તેમ છે, અને હાલ ભીમા ખૂટી ગુજરાત વ્હીલચેર ટિમના કપ્તાન છે. તેઓ નવા ભાવિ ક્રિકેટરો તૈયાર કરી રહ્યા છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે