Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:ગાંધીભુમી માં મકરસંક્રાંતિની રાત બની લોહિયાળ:પાલિકા ચૂંટણીના મનદુઃખ માં ફાયરીંગ કરી બે યુવાનો ની હત્યા

પોરબંદર

પોરબંદર નગરપાલિકાની ચુંટણીના મનદુ:ખમાં મકરસંક્રાતિની રાત્રે બે યુવાનો ની ફાયરીંગ કરી હત્યા નીપજાવાઈ છે. જેમાં ભાજપ ના બે સુધરાઈ સભ્યો અને સુધરાઈ સભ્યનાના પુત્ર સહીત ૧૧ શખ્સો એ કોંગ્રેસના હારેલા ઉમેદવાર અને તેના ભાઈ પર હુમલો કરી ઉમેદવાર ના ભાઈ અને મિત્ર ની હત્યા કરી છે.

પોરબંદરના ઇન્દીરાનગરમાં વાછરાડાડા મંદિર સામે ગલીમાં રહેતા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાલિકાની ચુંટણીમાં ઉભીને હારી ગયેલા વનરાજ પરબતભાઈ કેશવાલા (ઉ.વ.૩૬) એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ મકરસંક્રાતિની રાત્રે તે પોતાની ઓફિસે હાજર હતો.ત્યારે ઈન્દીરાનગરમાં રહેતા હાજા લખમણ ઓડેદરાએ તેને ફોન માં ગાળો દીધી હતી. અને વનરાજનો ભાઈ રાજ હાજા ના માણસ નિલેશ ભીમા ઓડેદરાને ગાળો બોલે છે.જેથી ઝઘડો કરવો હોય તો તેઓ તૈયાર છે.તેવું કહીને વનરાજને ઉશ્કેર્યેા હતો.

આથી વનરાજે પોતાના ભાઈ રાજ અને વિજયને ફોનથી જાણ કરી હતી.અને પોતાની કાર લઇ ને બિરલા કોલોની ગયો હતો.ત્યાંથી તેના ભાઈ રાજ અને બે મિત્રો પ્રકાશ પદુભાઈ જુંગી,કલ્પેશ કાનજીભાઈ ભુતિયા તથા રાજનો સાળો નીરુ વગેરે વનરાજની કાર માં બેઠા ત્યારે હાજા લખમણે ફોન કરીને વનરાજને એવું જણાવ્યું કે તેઓ ઈન્દીરાનગર બાજુ આવે આથી વનરાજે ઈન્દીરાનગરથી વિર ભનુની ખાંભી નજીક રોંગસાઈડમાં કાર ચલાવી ખાંભીથી છાયા ચોકી તરફ જતો હતો.ત્યારે સામે થી હાજા તેની સાથે ચાર–પાંચ શખ્સો ને કાર માં લઇ ને આવી વનરાજની કાર સાથે તેની કાર અથડાવી હતી.

ત્યાર બાદ કાર માંથી હાજા તથા તેનો ભાઈ અરભમ લખમણ ઓડેદરા હાથમાં રીવોલ્વર અને પિસ્તોલ જેવા હથિયાર સાથે નીચે ઉતર્યા હતા.અને હાજાનો કાકો ભના નેભા ઓડેદરા,ઝુરીબાગના ભાજપના સુધરાઈ સભ્ય ભીમાભાઈ ઓડેદરા તથા તેનો પુત્ર નિલેશ ભીમા વગેરે પણ કાર માં આવી પહોંચ્યા હતા.દરમ્યાન માં રામભાઈ સુખદેણવાળો પણ સંજય પોલા રબારી, પોલા રબારી,સુધરાઈ સભ્ય રામા રૈયા રબારી,હાજાનો ભત્રીજો હિતેશ રામા અને મેરામણનો પુત્ર વગેરે પણ કાર માં આવ્યા હતા.જે પૈકી હાજા લખમણ,અરભમ તથા રામભાઈ સુખદેણવાળાએ પહેલા હવામાં ફાયરીંગ કર્યા હતા.ત્યારબાદ વનરાજ અને તેની સાથે રહેલાઓ ઉપર આડેધડ ફાયરીંગ કરવા લાગ્યા હતા.તલવાર તથા બેઝબોલના ધોકાથી સરાજાહેર આતંક મચાવ્યો હતો.

જેથી વનરાજ તથા તેનો ભાઈ રાજ અને કલ્પેશ કાનજી ભુતિયાને વધુ ગંભીર ઈજા થતા સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ડોકટરે રાજ (ઉ.વ.૨૫)અને કલ્પેશ (ઉવ૩૭ )ને મૃત જાહેર કર્યા હતા. જયારે આ ફાયરીંગમાં વનરાજ ના ડાબા પડખામાં ગોળી ઘુસી ગઇ હતી.તથા આંખ અને માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ થઈ હતી.ઉપરાંત પ્રકાશ ને પણ ગંભીર ઈજાઓ થતા બન્ને ને સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.

ફરિયાદ માં બનાવ ના કારણ અંગે વનરાજે એવું જણાવ્યું હતું કે પોતે નગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ ન.ં ૧૧માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી લડયો હતો.અને તેની સામે ઝુરીબાગ વિસ્તારનો ભીમા ઓડેદરા ભાજપ તરફથી ચુંટણી લડયો હતો.અને ભીમાની જીત થઇ હતી.ત્યાર બાદ ભીમા નો પુત્ર નિલેશ અવાર નવાર વનરાજના ભાઈ રાજ કેશવાલાને ગાળો આપીને ઝઘડો કરતો હતો.મકરસંક્રાતિએ પણ મૃતક રાજને નિલેશ સાથે ઝઘડો થયો હતો.જેથી બનાવ બન્યો હોવાનું જણાવ્યું છે.

બનાવ ના પગલે હોસ્પિટલ ખાતે વનરાજ ના ટેકેદારો ના ટોળા મોટી સંખ્યા માં એકત્ર થતા પોલીસે તમામ ને ત્યાંથી હટાવ્યા હતા.રાજ ના મૃતદેહ ને ફોરેન્સિક પીએમ માટે જામનગર ખસેડવામાં આવ્યો છે.તહેવાર દરમ્યાન ડબલ મર્ડર નો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

ડબલ મર્ડર મામલે પોલીસે અરભમ ઓડેદરા સહીત ત્રણ શખ્સો ને રાઉન્ડ અપ કર્યા છે.એસપી ડો રવી મોહન સૈનિ એ આ અંગે આપેલ માહિતી મુજબ આરોપી અરભમ ૨૦૨૦ માં જ આર્મી માં થી નિવૃત થયો હતો.અને તેની પાસે લાયસન્સ વાળું હથિયાર છે.તેમાંથી જ ફાયરીંગ કરવામાં આવ્યું હતું.આથી તે હથિયાર,છ કારતુસ ના ખોખા પણ પોલીસે કબજે કર્યા છે.બાકી ના આઠ આરોપીઓ એ ઝડપી લેવા એસઓજી,એલસીબી સહિતની ટીમો બનાવી ઠેરઠેર શોધખોળ કરવામાં આવી રહી છે.

બનાવ ના પગલે કુતિયાણા ના ધારાસભ્ય પણ સિવિલ હોસ્પિટલ ના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે દોડી આવ્યા હતા અને મૃતકો ના પરિવારજનો ને આશ્વાસન આપ્યું હતું.

જુઓ આ વિડીયો


Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે