Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રીની ઉપસ્થિતિમા પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમ યોજાયો

પોરબંદર

કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રી પરશોતમભાઇ રૂપાલા પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે યોજાયેલ યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મહાનુભાવો,યોગ સાધકો તથા ખારવા સમાજના લોકો સાથે યોગાસન કરવાની સાથે યોગ તથા આયુર્વેદનુ મહત્વ સમજાવ્યું હતું.મત્સ્ય વિભાગ ભારત સરકાર, રાજ્ય સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર પોરબંદર દ્રારા આયોજન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ માટે કાઉન્ટ ડાઉન યોગોત્સવ, યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.સ્વાસ્થ્ય, સુખ અને સુખાકારી માટે યોગ થીમ પર આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રી પરશોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતુ કે, યોગવિધા એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી યોગ અને આયુર્વેદને વેશ્વિક ઓળખ મળી છે.

યોગ અને આયુર્વેદ પુન:સ્થાપિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહત્વનું કાર્ય કર્યુ છે. અને ઘરે ઘરે યોગ પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, યોગ તરફ આજની નવી પેઢી વળે, અને આ અનમોલ વિદ્યા દ્રારા તન અને મનને તંદુરસ્ત બને અને તન-મનથી રાષ્ટ્રને તંદુરસ્ત બનાવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે જરૂરી છે. વ્યક્તિ, સમાજ અને દેશ તંદુરસ્ત બને તે માટે નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ કરીએ. યોગ અને આયુર્વેદ આ બંન્ને સદપ્રમાણ અનુપાલન વ્યક્તિક જીવનામાં વધે તો સામાજિક તંદુરસ્તીનુ સ્તર આપોઆપ ઉપર આવે. ફિશિરીઝ વિભાગ દ્રારા દરિયાઇ પટ્ટી વિસ્તારમાં યોગને વધુને વધુ લોકો સુધી લઇ જવાના હેતુથી આ કાર્યક્રમનુ આયોજન કરાયુ છે.

૨૧ જુન વિશ્વ યોગ દિવસ નિમિતે સરકારના જુદા-જુદા તમામ વિભાગો યોગાસન કાર્યક્રમમાં જોડાશે. આજે પોરબંદર ઉપરાંત વારાણસી, દિલ્હી, કોચી સહિતના સ્થળોએ પણ યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, મત્સ્ય વિભાગના સચિવ જતિન્દ્ર શ્વૈન, સેક્રેટરી જે. બાલાજી, જિલ્લા કલેકટર અશોક શર્મા,ડાયરેકટર સતીષ પટેલ,ડી.આઇ.જી કોસ્ટ ગાર્ડ એસ.કે. વર્ગિસ, આર. કે. સીંઘ,ડો. આર. જાયાબાશકરન,વાણોટ પવનભાઇ શિયાળ સહિત મહાનુભાવો,અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનુ સંચાલન નિરવભાઇ જોષીએ કર્યુ હતું.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે