પોરબંદર

પોરબંદર ચોપાટી ખાતે આવેલ લોકમેળા મેદાનમા વરસાદી પાણી નો નિકાલ ન થતા મેદાન તળાવ માં ફેરવાઈ ગયું છે.જેથી મચ્છર સહીત ના જીવજંતુ ના ત્રાસ માં વધારો થયો છે.આથી વહેલીતકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સામાજિક કાર્યકરે રજૂઆત કરી છે.

પોરબંદરના ચોપાટી નજીક આવેલ લોકમેળા મેદાનમાં વરસાદી પાણી નો ભરાવો થયો છે.જેથી આ મેદાન હાલ તળાવ બની ગયું છે.જે અંગે સામાજિક કાર્યકર રસિકભાઈ પઢીયારે તંત્ર ને રજૂઆત કરી જણાવ્યું છે.કે આ મેદાનમાં પાણી ના નિકાલ ની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર વરસે ચોમાસા માં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.આ મેદાનમાં લોકો સવારે અને સાંજે વોકિંગ કરવા આવે છે.તેમજ રમત ગમત માટે ખેલાડીઓ આવતા હોય છે.

આ મેદાનમાં પાણી ભરાતા લોકો આવી શકતા નથી.ઘણા દિવસોથી પાણી ભરાયેલ છે.જેથી મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ ફેલાયો છે.રોગચાળાની ભીતિ સેવાય રહી છે.આ મેદાનને સમતોલ કરી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા અવારનવાર રજુઆત કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરાઈ નથી.વધુ માં જણાવ્યું છે કે હાલ ચોમાસા દરમ્યાન પાણી જન્ય રોગ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે સર્વે કામગીરી ચાલે છે.અને પાણીના ભરેલ પાત્રો માંથી પાણીનો નિકાલ કરવામાં આવે છે.તેમજ ખાડા ખાબોચિયામાં બળેલ ઓઇલ નાખવામાં આવે છે.

ત્યારે આ મેળા મેદાનમાં ઘણા સમયથી વરસાદી પાણીનો ભરાવો થયો છેઅને મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે.તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જેથી આ મેળામેદાનને સમતોલ કરી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે.

જુઓ આ વિડીયો 

Advertisement