પોરબંદર
મુખ્યમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત રાણાવાવ ના ખેડૂતો ને મળવાપાત્ર સહાય ન મળતા આ અંગે કોંગ્રેસ દ્વારા રાણાવાવ ના બાયપાસ રોડ પર મામલતદાર કચેરી ખાતે ધરણા-સંમેલન નું આયોજન કર્યું હતું.જેમાં અનેક ધારાસભ્ય સહીત ખેડૂતો જોડાયા હતા.

રાજ્ય સરકારે આ વરસે પાકવીમા નું પ્રીમીયમ ન ભરી ને તેની જગ્યા એ નવી મુખ્યમંત્રી કિશાન સહાય યોજના તથા અગાઉ થી ચાલી આવતી સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફંડ યોજના હેઠળ ખેડૂતો ને અતિવૃષ્ટિ,દુકાળ કે માવઠા ના સમયે સહાય આપવાની જાહેરાત કરી હતી.જે યોજના અંતર્ગત રાણાવાવ તાલુકા નો સમાવેશ થયો હોવા છતાં તેનો સર્વે કરવામાં ન આવતા અને ખેડૂતો ને કોઈ સહાય ન આપવામાં આવી હોવાનું જણાવી પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિ તથા ગુજરાત કિશાન કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાણાવાવ બાયપાસ નજીક મામલતદાર કચેરી સામે ધરણા સંમેલન નું નું આયોજન કરાયું હતું.

જેમાં કોંગ્રેસ કિશાન સેલ ના ચેરમેન પાલભાઈ આંબલીયા,પોરબંદર ના પૂર્વ ધારાસભ્ય અને કોંગી અગ્રણી અર્જુનભાઈ મોઢવાડીયા,ધારાસભ્યો બાબુભાઇ વાજા, હર્ષદભાઈ રીબડીયા,પૂર્વ ધારાસભ્ય ઈંદ્રનીલ રાજ્યગુરુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર ની નીતિ સામે આકરા પ્રહાર કર્યા હતા.

આગેવાનો એ જણાવ્યું હતું કે ભાજપ સરકારે શરુઆત થી જ કિશાન સહાય યોજના ની શરતો આકરી રાખી હતી.જેથી જુજ વિસ્તાર ના ખેડૂતો નો જ સમાવેશ થઇ સકે.ઉપરાંત જે વિસ્તારો માં ભારે વરસાદ થી પાક ખેતર મકાન વગેરે ને નુકશાન થાય તો એસડીઆરએફ હેઠળ સહાય મળવા પાત્ર હતી.આ નિયમો પ્રમાણે રાણાવાવ ઉપરાંત રાજ્ય ના ૧૬ તાલુકા માં ૨૫ ઇંચ કરતા વધુ વરસાદ થયેલ છે.જેથી રાણાવાવ ઉપરાંત સમગ્ર જીલ્લા ના અસરગ્રસ્ત ખેડૂતો ને એસડીઆરએફ યોજના હેઠળ સહાય મળવા પાત્ર છે.પરંતુ ભાજપ સરકારે પોતાનું અસલી ખેડૂત વિરોધી પોત પ્રકાશી એસડી આર એફ યોજના હેઠળ સર્વે કરી સહાય ચુકવવામાં ઠાગાઠૈયા શરુ કર્યા છે.અને હજુ સર્વે પણ કરાયો નથી.

ભાજપ સરકારે ખેડૂતો ને ઉત્પાદન ના દોઢ ગણા ભાવ આપી આવક બમણી કરવાના વાયદા કર્યા હતા.પરંતુ ખેડૂતો ની આવક એક દાયકા માં અડધી થઇ છે.ઉપરાંત કેન્દ્ર સરકારે તાજેતર માં ખેડૂત વિરોધી ત્રણ કાયદા લાવી અને ખેડૂતો ને કંપનીઓ ના ગુલામ બનાવવાનું કાવતરું પાર પાડ્યું છે.આગેવાનો એ મામલતદાર ને આવેદન પાઠવી ને માંગ કરી હતી કે રાણાવાવ તાલુકા માં મુખ્યમંત્રી સહાય યોજના અંતર્ગત ખેડૂત દીઠ એક લાખ ની સહાય આપવામાં આવે.તથા સમગ્ર જીલ્લા માં ભારે વરસાદ ના કારણે જે ખેડૂતો ને જમીન ધોવાણ તથા મકાન તથા પાક ને નુકશાન થયું છે તેણે એસડી આર એફ યોજના હેઠળ સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.

જુઓ આ વિડીયો 

Advertisement