Wednesday, September 28, 2022

|| तुम रक्षक काहू को डरना ||

video:રાણાવાવ માં ટ્રક ની ડીઝલ ની ટાંકી લીક થતા આગ:સદભાગ્યે જાનહાની ટળી

પોરબંદર

રાણાવાવ માં વર્કશોપ માં ટ્રક ના રીપેરીંગ દરમ્યાન ડીઝલની ટાંકી લીક થતા આગ લાગી હતી.જેમાં ટ્રક ને ખાસ્સું નુકશાન થયું હતું સદભાગ્યે જાનહાની ટળી હતી.

રાણાવાવ ના નાગેશ્વર પાર્ક માં આવેલ ટ્રક ના વર્કશોપ માં આજે બપોર ના સમયે ટ્રક ની કેબીન ની કામગીરી ચાલી રહી હતી.તે દરમ્યાન ટ્રક માં રહેલ ડીઝલ ની ટાંકી લીકેજ થતા સ્પાર્ક ના કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી.આથી આ અંગે પોરબંદર ફાયરબ્રિગેડ ની ટીમ ને જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર ઓફિસર રાજીવ ગોહેલ ના માર્ગદર્શન હેઠળ ગાંગાભાઈ ઓડેદરા,સરમણ કુછડીયા,કેતન બારૈયા અને આશિષ જોશી સહિતનો સ્ટાફ તુરંત સ્થળ પર દોડી ગયો હતો.અને પાણી નો મારો ચલાવી આગ ને કાબુ માં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો.દોઢેક કલાક ની જહેમત બાદ આગ કાબુ માં આવી હતી.જો કે ટ્રક ની કેબીન,સીટ,એન્જીન અને ચાર ટાયર સળગી ને ખાખ થયા હતા.આથી ટ્રક માલિક ને ત્રણેક લાખ ની નુકશાની થઇ હતી.સદભાગ્યે જાનહાની ટળી હતી.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે