Advertisement

 

 

 

પોરબંદર
પોરબંદર ના રાણાવાવ પંથક માં થોડા દિવસ પહેલા એક વન વિભાગ ના બીટ ગાર્ડે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો જે મામલે આરોપી ની તાત્કાલિક ધરપકડ કરવા માલધારી મહિલાઓ દ્વારા કલેકટર ને આવેદન પાઠવાયું છે.
પોરબંદર જીલ્લા રબારી માલધારી સમાજ મહિલા મોરચા દ્વારા કલેકટર ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે કે સલામત કહેવાતા ગુજરાત રાજ્યમાં એક અભણ,એકલી,અબળા પર જુલ્મ ગુજાર્યાના એક સપ્તાહ પછી પણ આરોપી સાગર આહીર બેફામપણે કોઇની પણ બીક વિના ફરી રહ્યા છે,તેના પર વનવિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને પોલીસ ડિપાર્ટમેંટ દ્વારા પણ ધરપકડ કરવામાં આવી નથી.આ સિવાય પણ  આ વનકર્મી સામે કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે.અને રબારી માલધારી સમાજની મહિલાઓની માંગણી કરી છે કે આ આ કેસની કોઈ નિષ્પક્ષ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂરેપુરી તપાસ થાય,આ સિવાયના કોઈ વન વિભાગના અધિકારીઓ આ કેસમા કે અન્ય કોઈ રીતે ક્યાય પણ સંડોવાયેલા હોય તેના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે, જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમો ની પણ ચીમકી અપાઈ છે.

જુઓ આ વિડીયો  

Advertisement