પોરબંદર

પોરબંદરના રાણાવાવ પંથક માં વાડી વિસ્તાર માંથી છેલ્લા બે દિવસ માં આઠ મોર પક્ષીઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.મૃત મોત ના પશુપાલન વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઇ ભોપાલ ખાતે મોકલાયા છે.જ્યારે સાત મોર બીમાર હાલતમાં મળી આવતા તેની સારવાર શરૂ કરાઈ છે.તો કુતિયાણા માં થી પણ ત્રણ દિવસ પહેલા કુંજ ના ચાર મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

બર્ડ ફ્લુ ની દહેશત વચ્ચે છેલ્લા બે દિવસમાં રાણાવાવ પંથક ના અલગ અલગ વાડી વિસ્તાર માંથી આઠ મોર પક્ષીના મૃતદેહ મળી આવ્યા છે.જેમાં રાણાવાવ ગોવાણી વિસ્તારમાં માલદેભાઈની વાડી માંથી પાંચ મોર મૃત હાલતમાં તથા બે મોર પેરેલાઈઝડ હાલતમાં મળી આવ્યા હતા.તો નજીક માં આવેલ રામગઢ ગામના રાજુભાઇ પરબતભાઇ મોઢવાડિયાની વાડીની બાજુના વિસ્તારમાં થી પણ એક મોર મૃત હાલતમાં તથા ચાર મોર બીમાર હાલતમાં મળી આવ્યા છે.

બે મોર ના મૃતદેહ તથા એક બીમાર મોર અન્ય નજીક ના વાડી વિસ્તાર માંથી મળી આવ્યા છે. આમ રાણાવાવ પંથક માં કુલ આઠ મોરના મૃતદેહ તથા સાત મોર બીમાર હાલતમાં મળી આવતા વનવિભાગ,પશુપાલન વિભાગ સહિતનું તંત્ર દોડતું થઇ ગયું છે.પશુપાલન વિભાગ દ્વારા મોર ના મૃતદેહ ના સેમ્પલ લઈ ભોપાલ લેબ ખાતે પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે.અને બીમાર મોર ની સારવાર પોરબંદર વનવિભાગ દ્વારા ચોબારી ખાતે કરવામાં આવી રહી છે.

પોરબંદર તાલુકામાં બે બ્રોઇલર પક્ષીઓના ફાર્મ કાર્યરત છે.જેમાં 11900 પક્ષીઓ છે. આ ઉપરાંત રાણાવાવ તાલુકામાં 4 પોલ્ટ્રી ફાર્મ કાર્યરત છે. જેમાં 50 હજાર પક્ષીઓ છે. અને પશુપાલન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવે છે. કોઈપણ જગ્યાએ પક્ષીઓના મૃતદેહ જોવા મળે તો તાત્કાલિક ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવો. તેમજ મરેલા પક્ષી કે, મરઘાને ખુલ્લા હાથે અડવું નહીં. પોલ્ટ્રી ફાર્મ કે, માર્કેટ નજીક જરૂર સિવાય જવું નહીં. મરેલા મરઘા કે પક્ષીઓનો ખાડો દાટી યોગ્ય રીતે નિકાલ કરવો. લોકોને તાવ, શરદી, ખાંસી, શરીર દુખવું, પિંડીનો દુખાવો થવો, આંખો આવવી જેવા લક્ષણો થાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવવા જણાવ્યું હતું.

બર્ડ ફ્લુ ની દહેશત વચ્ચે રાષ્ટ્રીય પક્ષી ના આઠ –આઠ મૃતદેહ મળી આવતા વન્યજીવ પ્રેમી અને પ્રકૃતિ પ્રેમીઓ માં પણ ચિંતા નું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ જુનાગઢ વન વિભાગ અંતર્ગત આવતા કુતિયાણા ના તરખાઈ ગામ નજીક થી પણ ગત તા 8 ના રોજ ચાર કુંજ પક્ષી ના મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.આ અંગે માહિતી આપતા કુતિયાણા આરએફઓ જીતેન્દ્ર ભેડા એ જણાવ્યું હતું કે તા 8 ના રોજ તરખાઈ વાડી વિસ્તાર માં કુંજ પક્ષી બીમાર હોવાથી ઉડી શકતા ન હોવાનો વન વિભાગ ને ફોન આવતા વન વિભાગ ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.અને ત્યાં જઈ ને જોતા ચારેય કુંજ પક્ષી ના મોત થયા હતા.હાલ બર્ડ ફ્લુ ની સ્થિતિ ને ધ્યાને રાખી ને બે કુંજ ના સેમ્પલ લઇ જુનાગઢ પશુ રોગ સંશોધન અધિકારી ને મોકલવામાં આવ્યા હતા.જયારે બે કુંજ ના અગ્નિસંસ્કાર કરાયા છે.

જુઓ આ વિડીયો  

Advertisement