પોરબંદર

પોરબંદરના રાણાવાવ નજીકના ભોરાસર સીમવિસ્તારમાં આવેલા રસ્તાને ડામરથી મઢવા માટે વર્ષ ર009 થી ર0ર0 સુધીમાં ધારાસભ્યથી માંડીને શાળાના આચાર્યએ પણ 13 વર્ષમાં 19 વખત રજુઆત કરી ચુકયા હોવા છતાં તંત્રએ કોઇ જ કાર્યવાહી કરી નથી.જેથી ચોમાસામાં વાહનચાલકોને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે અને અકસ્માતો સર્જાય રહ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા આજે રસ્તા  રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.

જુઓ આ વિડીયો  

શૈક્ષણિક કાર્યમાં પારાવાર પરેશાની
ભોરાસર સીમશાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યસચિવ લાખાભાઇ ચુંડાવદરાએ શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવને છ માસ અગાઉ જ રજુઆત કરી હતી  કે, અમોએ શાળાના રસ્તા માટે અગાઉ કુલ 19 વખત લેખિતમાં (તાલુકા કક્ષાએથી રાજય કક્ષા સુધી) રજુઆતો કરેલ છે. જેમાં જણાવ્‌યું છે કે, સીમશાળાનો રસ્તો અત્યંત બિસ્માર છે શાળાના અભ્યાસ કરતા અને અન્ય મળીને કુલ ર00 જેટલા વિદ્યાર્થીઓ તેમજ 100 જેટલા પરિવારોને આ રસ્તો લાગુ પડે છે. હાલ ભારે વરસાદને કારણે શાળાનો રસ્તો સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત થયેલ છે. શાળાએ બાઇક મારફત પણ મહામહેનતે પહોંચી શકાય છે. શાળાનું વિવિધ શૈક્ષણિક સાહિત્ય, મ.ભો.યો. અનાજ વગેરે પહોંચાડવામાં ખુબ જ તકલીફ પડી રહી છે. કોરોના સમયે હોમ લર્નિંગ અન્વયે વિદ્યાર્થીઓને ઘરે શીખીએ અને એકમ કસોટી સાહિત્ય આપ-લે કરવામાં પણ તકલીફ પડી રહી છે. તેમજ વિદ્યાર્થીઓની મુલાકાત પણ થઇ શકતી નથી તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ પણ શાળાએ આવી ન શકે તેવી પરિસ્થિતિ નિમર્ણિ પામી છે. તેમ છતાં પ્રશ્ન નું  નિરાકરણ આવ્યું નથી.

19 વખત રજુઆત છતાં તંત્ર જાગ્યું નહીં
ભોરાસર સીમશાળાના આ રસ્તાના નવીનીકરણ માટે વર્ષ ર009 થી રજુઆતો થતી આવે છે અને અત્યાર સુધીમાં 19 વખત રજુઆત કરીને જણાવ્‌યું છે કે, આ વિસ્તારને પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે સુધી સાડા ચાર કી.મી.નો પહોંચવામાં ભારે મુશ્કેલી થતી હોવાથી ડામરથી મઢી આપવો જરી છે. જેમાં ર009 માં ભોરાસર સીમશાળાના આચાર્યએ, ર011માં ભોરાસર વિસ્તારના રહેવાસીઓએ, ર01રમાં તત્કાલીન ધારાસભ્ય કરશનભાઇ ઓડેદરાએ, ર013માં ભોરાસર સીમશાળાના આચાર્યએ, ર016માં સીમશાળાના આચાર્યએ, ર017માં સીમવિસ્તારના રહેવાસીઓએ ર018માં રહેવાસીઓ ઉપરાંત શાળા વ્યવસ્થાપન સમિતિએ, ર019માં પણ એ જ રીતે રજુઆતો થઇ છે.

અત્યાર સુધીમાં આ રજુઆતો માર્ગ અને મકાન વિભાગ, પોરબંદર, જિલ્લા આયોજન સમિતિ પોરબંદર, કલેકટર કચેરી પોરબંદર (સ્વાગત કાર્યક્રમ), માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, મુખ્યમંત્રી ગાંધીનગર, ચીફ ઓફીસર નગરપાલિકા રાણાવાવ, લોકસંવાદ સેતુ રાણાવાવ, કલેકટર ડીડીઓ પોરબંદર, મુખ્યમંત્રી, સ્વાગત પ્રશ્ન નિવારણ, શિક્ષણમંત્રી ગાંધીનગર, કલેકટર (સ્વાગત પ્રશ્ન નિવારણ), જિલ્લા પંચાયત પ્રમુખ, કલેકટર, ડીડીઓ અને વર્ષ 2019માં સાંસદ રમેશ ધડુકને પણ રજુઆત કરવામાં આવી હતી આમ છતાં હજુ સુધી કોઇપણ પ્રકારની કામગીરી રોડની થઇ નથી.

100 પરિવારો અને ર00 વિદ્યાર્થીઓને લાગુ પડતા રસ્તાના નવીનીકરણ માટે સરકાર જાગી નથી ત્યારે ચોમાસામાં વધુ હેરાનગતિ શિક્ષકોએ વેઠવી પડી રહી છે. તેથી શાળા વ્‌યવસ્થાપન સમિતિના અધ્યક્ષ એસ.આર. ભુવા તથા સભ્ય સચિવ લાખાભાઇ ચુંડાવદરાએ વધુ એક વખત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી પરંતુ પરિણામ નહીં આવતા નાછૂટકે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું  હતું.

ભોરાસર સીમ વિસ્તારના રસ્તા માટે છેલ્લા 13 વર્ષમાં 19 વખત વહીવટીતંત્રને લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આ વિસ્તારના વાલીઓએ તંત્રને વીસ દિવસમાં નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલનની ચેતવણી આપી હતી. પરંતુ પચ્ચીસ દિવસ બાદ પણ નક્કર કાર્યવાહી નહીં થતા વિદ્યાર્થીઓ, વાલીઓ, ખેડૂતો, પશુપાલકો વગેરેએ રસ્તા રોકો આંદોલન કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તાત્કાલીક રોડની કામગીરી હાથ ધરે તેવી રજુઆત થઈ છે.