પોરબંદર

પોરબંદર કોવીડ હોસ્પિટલ વિરુદ્ધ મીડિયા માં શા માટે આપે છે.તેમ કહી એક શખ્શ દ્વારા સામાજિક કાર્યકર ને ધમકી અપાયા ની ખારવા ચિંતન સમિતિ દ્વારા પોલીસ ને લેખિત રજૂઆત કરાઈ છે.

પોરબંદર ખારવા ચિંતન સમિતિ દ્વારા એસપી ને કરાયેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે. કે ગઈકાલે સાંજના સમયે સમિતીના ઉપપ્રમુખ જીવનભાઈ જુંગી કોવીડ હોસ્પીટલે સેવા આપી રહેલા હતા.ત્યારે ભરત ઓડેદરા નામના શખ્સે તેને બહાર બોલાવી ધમકી આપી હતી.અને તે મીડિયા માં કેમ આપે છે. કેટલા પૈસા જોઈએ છે. તેવું જણાવતા જીવનભાઈ જુંગીએ પોતાને રૂપિયા ની અપેક્ષા ન હોવાનું અને નિસ્વાર્થ ભાવે સેવા આપતા હોવાનું જણાવ્યું હતું.આથી ભરત ઓડેદરાએ જો હવે મીડીયામાં કાંઈ કહ્યું તો હોસ્પીટલમાં આવવા નહી દે તેવું જણાવ્યું હતું.અને એવું પણ જણાવ્યું હતું કે હોસ્પિટલ ના દરવાજે તેના માણસો ધોકા લઈ ને ઉભા રહેશે.જે જીવનભાઈ ના હાથ-પગ ભાંગી નાંખશે,અને જો હવે કયાંય પોતે આગળ પડતા થશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

બનાવ બનતા ઘણા દર્દીઓના સગા નું ટોળું એકત્ર થયું હતું.આથી ભરત જીવનભાઈને પોતાનું કાર્ડ આપી કોઈ પણ વસ્તુ માટે કહેવું હોય તો તેને જ કહેવું તેમ કહી ત્યાંથી જતો રહ્યો હતો.આ ભરત ઓડેદરા એ કોઈના ઈશારે ધમકી આપી છે.અને પૈસા ની લાલચ આપી છે.જેથી કોવીડ હોસ્પીટલ હોસ્પીટલમાં કાંઈક ખોટુ થતું હોય તેવી શંકાઓ પણ ઉભી થઇ છે.આથી આ શખ્શ સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત માં જણાવ્યું છે.

જુઓ આ વિડીયો 

Advertisement