પરેશ નિમાવત,માધવપુર
માધવપુર માં રઘુવંશી સમાજ તેમજ માધવપુર જલારામ યુવક મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષ થી જલારામ જ્યંતી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તે જ રીતે આ વખતે પણ ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં જલારામબાપા ના મંદિરે સવારે ધ્વજા રોહણ ત્યાર બાદ આરતી બાદ અન્નકૂટ ના દર્શન નું આયોજન કરાયું હતું ત્યારે બહોળી સંખ્યા માં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ત્યાર બાદ લોહાણા સમાજ ની વાડી ખાતે તમામ રઘુવંશી સમાજ ના લોકો એ બને ટાઈમ સાથે મળી ને ભોજન પ્રસાદી લીધી હતી તેમજ બપોરે ચાર કલાકે જલારામ મંદિરે થી મહાજન વાડી સુધી વાજતે ગાજતે ઢોલ નગારા ના તાલ સાથે જલારામ બાપા ની ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરાયું હતું ત્યારે બાદ રાત્રી ના 7 કલાકે તમામ રઘુવંશી સમાજ દ્વારા ભોજન પ્રસાદી લીધી હતી તેમાં રઘુવંશી સમાજ ના પ્રમુખ નટુભાઈ કકકડ ઉપપ્રમુખ વિમલભાઈ પોપટ સહિત ના આગેવાનો જ્ઞાતિ ના ભાઈ બહેનો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા ને ધામધૂમ થી જલારામ બાપા ની 220 જન્મ જ્યંતી ને ઉજવવામાં આવી હતી
જુઓ આ વિડીયો

 

Advertisement

 

Advertisement