Friday, October 7, 2022

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર સિવિલ હોસ્પિટલ કેદી વોર્ડ ના વાઈરલ વિડીયો મુદ્દે તપાસ શરુ:કેદી વોર્ડ નો દરવાજો બંધ કરી પોલીસ બંદોબસ્ત વધારાયો

પોરબંદર

પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં આવેલ કેદીવોર્ડમાં કેદીઓ ને અપાતી સુવિધા અંગે નો વિડિઓ વાયરલ થતા સીટી ડીવાયએસપી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.કેદી વોર્ડ પાછળની બારીઓ અને મુખ્ય દરવાજો બંધ કરાવી વોર્ડ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ના કેદી વોર્ડમાં એક કેદીએ મોબાઈલ વડે શૂટિંગ કરી વિડિઓ વાયરલ કર્યો હતો.જેમાં કેદી વોર્ડ માં પૈસા ફેંકો અને તમાશા દેખો જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું તથા કેદીઓ ને તમામ પ્ર્રકાર ની સુવિધા આપવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા.આ વિડિઓ વાયરલ થતા ભારે ચકચાર જાગી છે.એસપી ડો રવી મોહન સૈનિ દ્વારા આ મામલે સમગ્ર તપાસ સીટી ડીવાયએસપી જે સી કોઠીયા ને સોંપી છે.

આજે તેઓ કેદી વોર્ડ ખાતે દોડી ગયા હતા.અને મુખ્ય દરવાજો તેમજ પાછળ ની બારીઓ બંધ કરાવી હતી.અને પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.ડીવાયએસપી કોઠીયાએ જણાવ્યું હતું કે,વિડિઓ કોણે ઉતાર્યો છે અને ક્યારે ઉતાર્યો છે.તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે.આ મામલે સાયબર એક્સપર્ટ ની પણ મદદ લેવામાં આવી છે. પુરાવા એકત્ર કર્યા બાદ જવાબદારો સામે ગુન્હો દાખલ કરવામાં આવશે.વોર્ડની મારામારી અને એમએલસી અંગે થયેલ આક્ષેપની પણ તપાસ કરવામાં આવશે.અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવશે.જો પોલીસ કર્મચારી સંડોવાયેલ હશે.તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.ઉપરાંત હોસ્પિટલ ના કર્મચારીઓ નો કોઈ રોલ હશે.તો તે અંગે પણ તપાસ હાથ ધરાશે તેવું પણ તેઓએ જણાવ્યું છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે