Wednesday, September 28, 2022

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર માં ૧૦૦ થી વધુ મહિલાઓ એ મધદરિયે સાહસિક વોટર સ્પોર્ટ્સ કાયાકીંગની મજા માણી

પોરબંદર

પોરબંદર માં વોટર સ્પોર્ટ્સ એકેડેમી અને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા બહેનો માટે વિનામૂલ્યે સમુદ્રમાં કાયાકિંગનું આયોજન કરાયું હતું.જેમાં 100થી વધુ મહિલાઓ જોડાઈ હતી.

સામાન્ય રીતે મોટા ભાગ ના લોકો ને દરિયા નો ભય લાગતો હોય છે.તેમાં પણ મહિલાઓ તો દરિયા ના ઉછળતા મોજા થી દુર રહેવાનું પસંદ કરતી હોય છે.પરંતુ આજે પોરબંદર ની ચોપાટી ખાતે ના દરિયા માં ૧૦૦ જેટલી મહિલાઓ એ કાયાક વડે દરિયાના મોજા સાથે બાથ ભીડી અનેરું દ્રશ્ય સર્જ્યું હતું.દરિયા અંગે મહિલાઓનો ડર દૂર થાય અને મહિલાઓ જાતે હલેસા મારી હોડી ચલાવી દરિયામાં એડવેન્ચર વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકે તે હેતુથી વોટર સ્પોર્ટ્સ એકેડમી અને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મહિલાઓ માટે વિનામૂલ્યે કાયાકિંગ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 100થી વધુ મહિલા જોડાઈ હતા.અને સમુદ્રી મોજા વચ્ચે નાની હોડીમાં હલેસા મારી હોડી ચલાવી એડવેન્ચર વોટર સ્પોર્ટ્સનો આનંદ માણ્યો હતો.ક્લબ ના પ્રમુખ દિનેશભાઈ પરમાર ની આગેવાની માં ક્લબના સભ્યો દ્વારા બહેનોના લાઈફ જેકેટ તેમજ રેસ્ક્યુ સહિતની વ્યવસ્થા કરી હતી.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે