Monday, September 26, 2022

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર માં હાથ માં પિસ્તોલ સાથે બિન્દાસ ફરતી યુવતી નો વિડીઓ વાઈરલ થતા પોલીસે તપાસ હાથ ધરી

પોરબંદર

સોશ્યલ મિડિયાના યુગમાં અસંખ્ય યુવક-યુવતીઓ ભાન ભૂલીને જાત જાતના વિડીયો વાયરલ કરતા હોય છે.જેમાં કાયદાકીય ચુંગાલમાં તેઓ ફસાઇ જતા હોય છે.ત્યારે પોરબંદરમાં એક યુવતી નવા બનેલા નેશનલ હાઇવે નજીકથી હાથમાં રિવોલ્વર રાખીને સીનસપાટા કરતી હોય તે પ્રકારના કેટલાક વિડીયો વાયરલ થયા છે.જેમાં લાખો દિવાને તેરે.. લાખો દિવાને..’ જેવા ગીતની કડી પણ સમાવવામાં આવી છે.ત્યારે પોલીસે તપાસ હાથ ધરીને ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.ના આધારે મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

પોરબંદરના સોશ્યલ મિડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી અમુક યુવતી કાર પાસે છુટાવાળ રાખીને બ્લુ જીન્સ તથા બ્લુ વિડીયો વાયરલ થયા છે.જેમાં સજ્જ બની ઠનીને આ યુવતીના હાથમાં એક રિવોલ્વર હોય છે અને ‘લાખો દિવાને તેરે.. લાખો દિવાને..’ સહિત અન્ય ગીતોની કડીઓ સમાવીને આ યુવતી સીનસપાટા કરતી હોય તેવા દ્રશ્યો શુટ કર્યા છે.તથા અન્ય વિડીયોમાં આ હથિયાર તેણે બેલ્ટ પાસે બાંધ્યું હોય તેવું પણ જણાય છે.આ પ્રકારના વિડીયો છેલ્લા અમુક દિવસોથી સોશ્યલ મિડીયામાં વાચરલ થયા છે. મહત્વનું એ છે કે ઇન્સ્ટાગ્રામમાં આ યુવતીની આઇ.ડી.માં શેર કરેલ વિડીયોમાં કોઇએ ડાઉનલોડ કરીને વોટસએપના અલગ અલગ ગ્રુપમાં તેને શેર કર્યો છે.

આ વિડીયો માં એક યુવતી કાર માંથી બહાર નીકળીને પિસ્તોલ હાથમાં લઈ બહાર આવે છે અને ખુલ્લી સડક પર બિન્દાસ ફરતી હોય તેવો વિડિઓ બનાવવામાં આવ્યો છે.બેકગ્રાઉન્ડ ગીતો સાથેનો આ વિડિઓ પોરબંદરના નરસંગ ટેકરી ઓવરબ્રિજ નજીક ના હાઇવે પરનો છે.જયારે અન્ય એક વિડીયો માં પણ તે યુવતી નેફા માં પિસ્તોલ રાખી ડાયલોગ બોલી રહી છે.તે વિડીયો પણ તે વિસ્તાર માં જ ઉતારવામાં આવ્યો છે.હાલ માં આ બન્ને વિડીયો સોશ્યલ મીડિયા માં ધૂમ મચાવી રહ્યા છે.વિડીયો માં પિસ્તોલ હોવાથી પોલીસે આ યુવતી કોણ છે.અને તેની પાસે રહેલ પિસ્તોલ સાચી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

એક સમયે ગેંગવોર થી કુખ્યાત ગાંધીભુમી માં પિસ્તોલ સાથે બિન્દાસ સડક પર ફરી રહેલી યુવતી ના આ વિડીયો એ શહેરભર માં ચર્ચાઓ જગાવી છે.વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે આ યુવતીના ૨૬,૦૦૦ જેટલા ફોલોઅર્સ છે અને તેમાંથી કોઇએ કોઇ ચોક્કસ કારણસર આ વિડીયો વોટસએપ સહિતના સોશ્યલ મિડીયામાં વાયરલ કર્યો છે કે કેમ? એ. આગામી સમયમાં બહાર આવશે.ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં સોશ્યલ મિડીયાનો ક્રેઝમાં યુવક-યુવતીઓ એટલા પાગલ થઇ ગયા છે કે કોઇપણ પ્રકારના કાયદા ધ્યાને લીધા વગર સરેઆમ ઉલ્લંઘન કરીને જાણ્યે-અજાણ્યે સાયબર ક્રાઇમ કરી બેસે છે.

જે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટપણે એવું દેખાઇ રહ્યું છે કે જે કારની પાસેથી સીનસપાટા કરતી આ યુવતી આગળ આવી રહી છે તેની તદન  નજીક આગળના ભાગે પોલીસની ગાડી પણ સ્પષ્ટપણે નજરે ચડી રહી છે.ત્યારે પોલીસની પણ શેહશરમ કે ડર રાખ્યા વગર આ રીતે ખુલ્લેઆમ હાથમાં હથિયાર રાખીને વિડીયો ઉતારવાની હિંમત કરનાર યુવતી અને તેનો વિડીયો ઉતારનાર શખ્શ કોણ? તેની તપાસ ચાલુ થઇ છે.વિડીયોમાં પાછળનું બેકગ્રાઉન્ડ જોતા જણાઇ રહ્યું છે કે ચોમાસા દરમ્યાન આ વિડીયો ઉતારવામાં આવ્યો છે. આકાશમાં કાળા વરસાદી વાદળ, રોડ ઉપર પાણી અને બીજની દીવાલોનાસીમેન્ટ બ્લોક ભીના છે તે સ્પષ્ટ દર્શાવે છે કે ચોમાસામાં જ આ વિડીયોનું શુટીંગ થયું છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે