પોરબંદર
પોરબંદર માં સરકાર દ્વારા ગરીબો ને વિનામૂલ્યે અપાતું અનાજ રોકડ અને પ્લાસ્ટિક કન્ટેઈનર ની લાલચ આપી ખરીદી ના કૌભાંડ નો જીલ્લા યુવા ભાજપ પ્રમુખ દ્વારા પર્દાફાશ કરી આ અંગે તંત્ર અને પોલીસ ને જાણ કરતા તંત્ર એ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર ના બોખીરા વિસ્તાર માં છેલ્લા પાંચેક દિવસ થી બાંટવા ગામના કેટલાક શખ્શો રીક્ષા માં પ્લાસ્ટિક ના કન્ટેઈનર સાથે આવી અને આ વિસ્તાર ના લોકો ને સરકાર દ્વારા વિનામૂલ્યે વિતરણ કરાતા અનાજ ના બદલા માં રોકડ રકમ અથવા પ્લાસ્ટિક ના કન્ટેઈનર ના સેટ આપવાની લાલચ આપી તેમની પાસે રહેલ અનાજ નો જથ્થો ખરીદ કરવામાં આવતો હોવાની જીલ્લા યુવા ભાજપ પ્રમુખ અજયભાઈ બાપોદરા ને માહિતી મળી હતી.

આથી તેઓએ આજે સ્થાનિકો ને સાથે રાખી આ વિસ્તાર માં પસાર થતા ત્રણ રિક્ષાચાલકો ને અટકાવી ને તેમની પૂછપરછ કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે બાંટવા ગામે થી કુલ ત્રીસ જેટલી રીક્ષા દરરોજ પોરબંદર જીલ્લા ના વિવિધ પછાત વિસ્તાર માં આવે છે.

અને અહી રહેતા લોકો ને સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતું અનાજ ના બદલા માં રોકડ રકમ અથવા પ્લાસ્ટિક ના કન્ટેઈનર આપવાની લાલચ આપી અને તેમની પાસે થી ઓછા ભાવે અનાજ ખરીદવામાં આવે છે.અને ત્યાર બાદ બાંટવા ગામે તેના માલિક ને આ જથ્થો આપ્યા બાદ તેના માલિક દ્વારા આ જથ્થો બિસ્કીટ કંપની અને પશુના આહાર માટે પશુ માલિકો ને વેચાણ કરવામાં આવે છે.આથી અજયભાઈએ આ અંગે પુરવઠા અધિકારી તથા પોલીસ ને જાણ કરી હતી.

જુઓ આ વિડીયો 

Advertisement