પોરબંદર
પોરબંદરમાં વૃદ્ધા સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે.વૃદ્ધ મહિલાની નજર ચૂકવી છેતરપિંડી કરી સોનાના દાગીના લઈ ખોટી દાગીના આપી બે શખ્સો ફરાર થયા હતા.બન્ને શખ્સો એ હિન્દી ભાષાનો ઉપયોગ કરી,ચેકીંગ ચાલુ હોવાનુ કહી મહિલાને વાતોમાં ફસાવી નજર ચૂકથી ખોટા દાગીના મહિલાને આપી રફુચક્કર થઇ ગયા હતા.
રાજ્યમાં અવારનવાર ચોરી અને લૂંટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.હવે તો ધોળા દિવસે પણ ચોરી અને લુંટ ની ઘટનાઓ બની રહી છે.એવો જ એક કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે.જેમાં ખાખ ચોક વિસ્તાર માં બે શખ્સો વૃદ્ધ મહિલાને છેતરી સોનાના દાગીના લઈ ફરાર થયા હતા.

પોલીસ વિભાગ દ્વારા સઘન તપાસ અને આધુનિક ઉપકરણોનો ઉપયોગ થઈ રહ્યો છે.જેની સામે તસ્કરો પણ વધુ શાતિર બન્યા છે.પોરબંદરમાં પોલીસ જેવા લાગતા બે ગઠિયાઓએ એક વૃદ્ધ મહિલાને ચેકિંગ ચાલતું હોવાનું જણાવી દાગીના સાચવીને રાખવા કહ્યું હતું.અને છેતરપીંડી કરી હતી.ઘટનાને અંજામ આપી હિન્દી ભાષી બે શખ્સ નાસી છૂટયા હતા. છેતરપિંડીનો ભોગ બનનારી વૃદ્ધા એ કમલાબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
પોરબંદરના ખાખ ચોક વિસ્તાર માં રહેતા ચંદ્રકળાબેન મુળજીભાઈ મામતોરા(ઉવ ૭૪)એ આપેલ માહિતી મુજબ તેઓ તેમના નિત્યક્રમ મુજબ ગઈ કાલે સાંજે ઘરેથી હવેલીએ દર્શન કરવા જઈ રહ્યા હતા.આ સમયે સ્વાગત રેસ્ટોરન્ટ નજીક મુખ્ય માર્ગ પર જ બે શખ્સોએ તેમની પાસે આવીને હિન્દીમાં જણાવ્યું કે. ચેકિંગ ચાલી રહ્યું છે.આથી દાગીના સાચવીને રાખજો અને દાગીનાની એન્ટ્રી કરાવવી પડશે.
આથી તેઓ વાતોમાં આવી પાંચ તોલા સોનાનો ચેઈન, સોનાની ચાર બંગડી સાથે કુલ કિંમત 1 લાખ 95 હજારના દાગીનાની એન્ટ્રી માટે એક કાગળમાં મૂક્યાં હતા.ચોપડામાં એન્ટ્રી કર્યા બાદ કાગળમાં પેક કરેલા દાગીના પરત આપ્યા હતા. બાદમાં બંન્ને શખ્સો ફરાર થયા હતા.પરંતુ વૃદ્ધા એ હવેલીએ જઈ ને કાગળનું પડીકું ખોલતા અંદર થી નકલી બંગડી મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.અને તેઓએ પરિવાર ને જાણ કરી તુરંત કમલાબાગ પોલીસ મથકે દોડી જઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વૃદ્ધા આ બન્ને શખ્સોના વિશ્વાસમાં આવે તે માટે અન્ય ત્રીજો શખ્સ પણ ત્યાં આવ્યો હતો. તેણે પણ દાગીના ચેક કરાવ્યા હતા. આથી આ સમગ્ર ઘટનામાં ત્રણ શખ્સો હોવાનું જણાઈ રહ્યું છે.
સમગ્ર ઘટના સાંજે 5 થી 6 કલાક વચ્ચે સ્વાગત રેસ્ટોરન્ટ પાસે બની હતી. પોલીસે વૃદ્ધા ની ફરિયાદના આધારે આસપાસની દુકાનોના સીસીટીવી ફુટેજના આધારે છેતરપિંડી કરનારા શખ્સોને ઝડપી લેવાની કામગીરી હાથ ધરી છે.
જુઓ આ વિડીયો

Advertisement