Saturday, October 1, 2022

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર માં વિશ્વ ચકલી દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધા યોજાતા ૨૧૪ સ્પર્ધકો એ ભાગ લીધો:વિજેતાઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા

પોરબંદર

પોરબંદરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાવાની સાથોસાથ ઇનોવેટીવ ધ ગૃપ ઓફ આર્ટિસ્ટ તથા સેવ ધ નેચર સંસ્થાના સંયુકત ઉપક્રમે ચિત્ર સ્પર્ધાનું આયોજન થતા ૨૧૪ કલાકારોએ ચકલી બચાવવા અંગે  અવનવા ચિત્રો તૈયાર કર્યા હતા.

પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણા શ્રી નટવરસિંહજી ગેલેરી ખાતે ૨૦મી માર્ચ ‘વિશ્વ ચકલી દિવસ’ અન્વયે સેવ ધ નેચર પોરબંદર તથા ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદર શહેરની વિવિધ શાળા, કોલેજના તથા ખુલ્લો વિભાગ માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.જેમાં ૨૧૪ સ્પર્ધકોએ ‘ચકલી બચાવો’ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરી ચિત્રો દોર્યા હતા.આ ચિત્ર સ્પર્ધામાં વિભાગ- એમાં ધોરણ ૮ થી ૧૦ માં પ્રથમ દર્શિકા વરૂ,જવાહર નવોદય વિદ્યાલય,દ્વિતીય દીવા સોની નેવી ચિલ્ડ્રન સ્કૂલ,તૃતિય જુહી ગોહેલ સાંદિપની વિદ્યાલચ રહ્યા હતા.

ગ્રુપ બીમાં ધોરણ ૧૧, ૧૨ તથા કોલેજ ગૃપમાં પ્રથમ લોઢારી કોમલ આઇ.એન.આઇ.એફ.ડી.તાજાવાલા, દ્વિતીય સાકરીયા ધારા સુરૂચિ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ, તૃતીય તમન્ના ચૌહાણ ડો.વી.આર.ગોઢાણીયા કોલેજ રહ્યા હતા. ગ્રુપ સી ખુલ્લો વિભાગમાં પ્રથમ ધ્રુવ વાઢિયા, દ્વિતીય શ્વેતા ગોઢાણીયા,તૃતિય આરતી ઓડેદરા રહેલ.

પારિતોષિક એનાયત કાર્યક્રમમાં ડી.સી. એફ. દીપક પંડ્યા ખાસ ઉપસ્થિત રહી ચિત્ર પ્રદર્શન ખૂલ્લુ મુકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ. સર્વે વિજેતાઓ તથા ભાગ લેનાર સ્પર્ધકને બલરાજભાઈ પાડલિયાએ અભિનંદન પાઠવેલ. આ પ્રસંગે સેવ ધ નેચરના પ્રેસિડેન્ટ દીપ શાહ, પ્રતીક ભટ્ટ, ઇનોવેટિવ ગ્રુપના આર્ટિસ્ટ તથા સ્પર્ધાના વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે