પોરબંદર
એક સમયે પોરબંદર સહીત સૌરાષ્ટ્ર ના દરિયા માં લાકડાની બોટો નો દબદબો હતો. પરંતુ છેલ્લા થોડા વરસો માં ફાયબર બોટ નું ચલણ વધ્યું છે.લાકડા ની સરખામણી ફાયબર બોટ દરેક રીતે અનુકુળ હોવાથી પોરબંદર માં દસ થી વધુ જગ્યાઓએ ફાયબર બોટ નું નિર્માણ થઇ રહ્યું છે.જો કે હાલ કોરોના મહામારી ની આસર આ વ્યવસાય પર પણ પડી હોય તેમ હાલ આ ઉદ્યોગ માં પણ મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે.

જુઓ આ વિડીયો

ગુજરાત ને સૌથી વધુ દરીયાકીનારો મળ્યો હોવાથી રાજ્ય ની જીવાદોરી માટે ફિશિંગ ઉદ્યોગ એ ખુબ મહત્વ નો ઉદ્યોગ છે.અગાઉ ફિશિંગ માં વપરાતી બોટો માત્ર લાકડા માંથી જ બનાવવામાં આવતી હતી.પરંતુ હવે ધીરે ધીરે ફાયબર બોટ નું ચલણ વધવા લાગ્યું છે.જેનું એક મહત્વ નું કારણ એ છે કે તેનાથી બોટ માલિક ની આર્થિક આવક માં ઘણો ફાયદો થાય છે.તો બીજી તરફ આવી ફાઈબર બોટ ના નિર્માણ માં લાકડા નો વપરાશ ઓછો હોવાથી પર્યાવરણ ને પણ ફાયદો થાય છે.

મત્સ્યોદ્યોગ વધી રહ્યો છે અને બોટો નું નિર્માણ પણ વધ્યું છે બોટો ના નિર્માણ માટે લાકડા ની જરૂરિયાત પૂરી કરવામાં જંગલો નું પ્રમાણ ઘટી રહ્યું છે.જેથી બોટ માં લાકડા ના વિકલ્પ તરીકે અન્ય મટીરીયલ ના પ્રયોગ હાથ ધરવામાં આવ્યા હતા.જેમાં ફાયબર બોટ નો વિકલ્પ સફળ રહ્યો છે.ફાયબર બોટ નું નિર્માણ ખુબ જ સરળ અને નાના શેડ કે ગોડાઉન માં પણ આ ઉદ્યોગ શરુ કરી શકાય છે.

પોરબંદર માં પણ દસ જેટલી જગ્યા એ ફાઈબર બોટો ના નિર્માણ નો ઉદ્યોગ ધમધમી રહ્યો છે.આ અંગે પોરબંદર ના જાવર ગામે ફાયબર બોટો બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા વિરજીભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે અગાઉ માત્ર લાકડા ની બોટો જ બનાવવામાં આવતી પરંતુ તેની સરખામણી એ ફાઈબર બોટો આર્થિક રીતે ફાયદાકારક હોવાથી તેનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે.પોરબંદર માં ૫૦૦ થી વધુ બોટો ફાઈબર ની બનેલી છે.જે ફિશિંગ કરી રહી છે.વિરજીભાઈ ના યુનિટ માં હાલ માં ૬૦ જેટલા કારીગરો દ્વારા ફાયબર બોટ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.આ બોટ આર્થીક રીતે ખુb પોષણક્ષમ છે કારણ કે આ બોટ વજન માં હલકી હોવાથી ઓછા ઇંધણ નો વપરાશ થાય છે. ફાયબર એ ઇન્સ્યુલેશન મટીરીયલ હોવાથી ભંડક માં બરફ ઓછો ઓગળે છે ઉપરાંત તેને વારંવાર રીપેરીંગ ની જરૂર પડતી નથી અને વધુ મજબુત અને ટકાઉ છે.

એ સિવાય તેને બનાવવા માં માત્ર ત્રણ માસ જેટલો જ સમય લાગે છે.ઓફ સીઝન દરમ્યાન લાકડાની બોટો ના મેઈન્ટેનન્સ પાછળ અંદાજે એકાદ લાખ નો ખર્ચ થાય છે.જેમાં સુથારી કામ,લુહારીકામ અને બોટ માં તેલ ચોપડવા સહીત નો ખર્ચ થાય છે.તેની સરખામણી એ ફાઈબર બોટ નો મેઈન્ટેનન્સ ખર્ચ નહિવત છે.વરસ ના આઠ માસ દરિયા માં રહેતા માછીમારો ઓફ સીઝન ના ચાર માસ દરમ્યાન જ નવરાશ હોય છે.અને એ સમયગાળો પણ બોટો ના સમારકામ અને મેઈન્ટેનન્સ પાછળ વીતી જાય છે.પરંતુ ફાઈબર બોટો નું મેઈન્ટેનન્સ એટલું બધું હોતું નથી.એથી સમય ની પણ બચત થાય છે અને માછીમારો પોતાના પરિવાર અને પ્રસંગો માં ધ્યાન આપી શકે છે.

ફાઈબર બોટ નું આયુષ્ય પણ લાકડા ની બોટ ની સરખામણી એ બમણું હોય છે.અને લાકડા ની બોટ ની સરખામણી એ વરસે બે ટ્રીપ ફાઈબર બોટ માં વધુ લાગે છે.આમ આવક માં પણ વધારો થાય છે આથી જ માછીમારો હવે ફાઈબર બોટો અપનાવી રહ્યા છે.

વિરજીભાઈ એ માહિતી આપતા જણાવ્યું હતું કે પોરબંદર માં અગાઉ એક સમયે એકીસાથે ૫૦ થી ૬૦ બોટો નું નિર્માણ કાર્ય ચાલતું હતું.હાલ માં કોરોના ને લઇ ને મંદી ના કારણે કુલ દસ બોટો નું જ નિર્માણ હાલ ચાલી રહ્યું છે.અને આ ઉદ્યોગ પણ મંદી ની ગર્તા માં ધકેલાય ગયો છે.

Advertisement