પોરબંદર
પોરબંદર  શહેરમાં હાલ માં પાલિકા દ્વારા વિવિધ વિસ્તારો માં નડતર રૂપ રેકડી અને કેબીનો ના  ડીમોલીશન ની કામગીરી શરુ કરવાનું આયોજન કરાયું છે. જેમાં અગાઉ  ચાઈનીઝ નોનવેજ બજારની રેંકડીયો હટાવવા પ્રયત્ન કર્યા બાદ વધુ એરિયા માં ડીમોલીશન ની કામગીરી શરુ થાય તે પહેલા રેકડી ધારકો એ નવા રેકડી કેબીન ધારકો નું એસોસિએશન બનાવ્યું છે. અને આ એસોસિએશન ના નેજા હેઠળ આજે રેકડી કેબીન ધારકો મોટી સંખ્યા માં ચોપાટી હાથીવાળા મેદાન માં એકત્ર થયા હતા. અને ત્યાર બાદ  હાલ આ મામલો કોર્ટમાં છે. જ્યા સુધી કોર્ટનો ચૂકાદો ન આવે ત્યા સુધી રેંકડી ધારકોને હેરાન કરવામાં આવે નહી તેવી માગ સાથે રેંકડી કેબીન એસોસિએશન દ્વારા પાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

મોટી સંખ્યામાં ચોપાટીથી નગરપાલિકા સુધી બાઇક રેલી યોજી હતી અને મોટી સંખ્યામાં લોકોએ  ઉપસ્થિત રહી પાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો.રોજગારી પર પાટું મારવા અને રોજીરોટી માટે હેરાનગતી ન કરવા વિનંતી કરી હતી.આગેવાનો એ જણાવ્યું હતું કે જિલ્લામાં રાજકીય ઇશારે રેકડી અને કેબીન ધારકોને દબાણ હટાવ ઝુંબેશના નામે કરાતી હેરાનગતિ સામે જિલ્લાભરના રેકડી અને કેબીન ધારકોએ આજે એક દિવસ બંધ પાળીને ચોપાટી મેદાન ખાતે એકઠા થઇને રોષ વ્યકત કર્યો હતો અને ત્યાર પછી કલેકટર, નગરપાલિકા તથા એસ.પી.ને આવેદનપત્ર  પાઠવ્યું હતું. રેકડી ધારકો ની રજૂઆત ને ધ્યાને લઇ ને પાલિકા ના વહીવટદાર કે વી બાટી એ ડીમોલીશન કામગીરી હાલ પુરતી મોકૂફ રાખવાનું જાહેર કર્યું હતું.
જુઓ આ વિડીયો