પોરબંદર

પોરબંદરમાં માસ્ક બાંધ્યા વગર નિકળેલા શખ્સોએ ટ્રાફીક શાખાના મહિલા એ.એસ.આઇ.ની ફરજમાં રૂકાવટ કરીને ફડાકો ઝીંકી દેતા પોલીસે બન્ને ની ધરપકડ કરી હતી.અને બન્ને ને રાત્રી લોકઅપ માં જ વિતાવી પડી હતી.

પોરબંદરની ટ્રાફીક શાખામાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા ભાવનાબેન મોહનભાઇ સોલંકી(ઉવ ૪૫) એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ ગઈ કાલે બપોર ના સમયે બંગડી બજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.અને તેમને ટ્રાફીક દંડ અને માસ્ક પહેર્યા વગર નિકળેલા લોકો ને પાવતી આપવાની કામગીરી કરવાની હતી.આથી ડ્રીમલેન્ડ ટોકીઝ પાસે કામગીરી રહ્યા હતા એ દરમિયાન માણેકચોક બાજુથી ડબલ સવારી સ્કુટર માં ભડ ગામે રહેતા બે શખ્સો આવ્યા હતા.

જેમાં સ્કુટરમાં પાછળ બેસેલા શખ્સ નિલેશ સાજણ ડાકીએ માસ્ક બાંધ્યો ન હતો.આથી ભાવનાબેને 1000 રૂપિયાની પાવતી લેવા માટે જણાવતા આ બન્ને શખ્સો બોલાચાલી કરવા લાગ્યા હતા.આથી ભાવનાબેને સલામતી માટે ફેસમાસ્ક પહેરવું જરૂરી છે’ તેમ કહેતા સ્કુટરચાલક રવિ હરદાસ ડાકી ઉશ્કેરાઇ ગયો હતો અને પાવતી નહીં લઇએ તારાથી થાય તે કરી લે’ તેમ કહેતા તેને મહિલા પોલીસકર્મી સમજાવતા હતા.એ દરમિયાન સ્કુટરચાલક રવિ ડાકી એ મહિલા એ એસ આઈ ના ડાબાગાલ ઉપર થપ્પડ મારી દીધી હતી.અને માસ્ક નહીં બાંધનાર નીલેશે ‘દુનિયા આખી માસ્ક વગર આંટા મારે છે,તેઓને કેમ રોકતા નથી’ કહીને ગાળાગાળી કરવા લાગ્યો હતો.

આથી ત્યાં ફરજ ઉપર હાજર ટ્રાફીક બ્રિગેડ પણ આવી ગયો હતો.અને વચ્ચે પડીને આ શખ્સો મહિલા એ એસ આઈ ને વધુ માર મારે તે પહેલા બન્ને શખ્સો ને ઝડપી ને કીર્તિમંદિર પોલીસ સ્ટેશને લઇ ગયા હતા.અને ભાવનાબેને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી.

આથી પોલીસે બન્ને ની વિધિવત ધરપકડ કરી હતી અને બન્ને શખ્સો ની રાત્રી લોકઅપ માં જ વીતી હતી.બીજા દિવસે બને શખ્સો ને પોલીસે કોર્ટ માં રજુ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે આ બનાવ ભર બપોરે ધોમધખતા તાપ માં મુખ્ય બજાર માં બન્યો હતો.

જુઓ આ વિડીયો  

Advertisement