પોરબંદર

ધો 10 માં વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવાના કારણે ધો ૧૧ માં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ થી વંચિત રહી ગયા છે.જે અંગે એન એસ યુ આઈ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી ને વર્ગો વધારી તમામ વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવા રજૂઆત કરી છે.

Advertisement

કોરોના ના કારણે ધો ૧૦ ના વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવાના કારણે પોરબંદર જીલ્લા માં ધો ૧૧ માં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ થી વંચિત રહી ગયા છે.જે અંગે જીલ્લા એન એસ યુ આઈ પ્રમુખ કિશાન રાઠોડ ની આગેવાની માં એન એસ યુ આઈ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી ને રજૂઆત કરાઈ છે.જેમાં જણાવ્યું છે કે કોરોના મહામારી ના કારણે બોર્ડ દ્વારા ગયા વરસના તમામ વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપી પાસ કરી દેવાયા છે.જેના કારણે જિલ્લાની મોટા ભાગ ની ગ્રાન્ટેડ શાળાઓમાં થોડા દિવસો પહેલા જ ધોરણ-૧૧ ના તમામ વર્ગોમાં વિધાર્થીઓની સંખ્યા ફુલ થઇ ગઇ છે.

હાલ જે પણ વિધાર્થી ધો-૧૧ મા પ્રવેશ માટે જાય છે.તેમને એડમીશન ફુલ થઇ ગયું હોવાનું જણાવી વેઈટીગ લીસ્ટમા નામ લખવામા આવે છે.અને વર્ગ વધારો આવશે તો પ્રવેશ આપવાનું જણાવવામાં આવે છે.જેથી વાલીઓ પોતાના બાળકના પ્રવેશને લઇને ચિંતિત છે.હજુ ગઇ કાલે ધો-૧૦ ના રિપીટરો વિધાર્થીઓનુ પણ પરિણામ જાહેર થયું છે તો તે વિધાર્થી ધોરણ ૧૧ મા કયા પ્રવેશ લેશે તે ચિંતાનો વિષય છે.

માસ પ્રમોશન સરકારે આપ્યું છે તો તે બાબતે પણ સરકારે વિચારીને ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગ વધારો આપવો જોઇએ, હાલ જિલ્લામાં ઘણા વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.ત્યારે આ તમામ વિધાર્થીઓ તાત્કાલિક ધોરણે પ્રવેશ અપાય તેવી વ્યવસ્થા શિક્ષણ અધિકારી કચેરીથી થાય તેવી માંગ કરી છે.ઉપરાંત જે શાળાના વર્ગ વધારાની જરૂર હોય તેને વહેલી તકે વર્ગ વધારાની મંજૂરી આપવામા આવે અને જીલ્લા નો કોઈ વિદ્યાર્થી પ્રવેશ થી વંચિત ન રહે તે અંગે વ્યવસ્થા કરવા જણાવ્યું છે.અને બે દિવસ માં આ અંગે યોગ્ય નિર્ણય નહી આવે તો આગામી દિવસો માં શિક્ષણાધિકારી કચેરી નો ઘેરાવ અને તાળાબંધી કરવાની ચીમકી પણ આપી છે.

જુઓ આ વિડીયો 

Advertisement