Wednesday, September 28, 2022

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર માં છેલ્લા દસ દિવસ માં ચોરેલી આઠ સાયકલ સાથે બે શખ્સો ની ધરપકડ:વેચે તે પહેલા પોલીસ ત્રાટકી

પોરબંદર

પોરબંદર માં ચોરી કરેલી આઠ સાયકલ સાથે પોલીસે બે શખ્સો ને ઝડપી લીધા છે.

પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ એચ.બી.ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હતો.તે દરમ્યાન બાતમી મળી હતી કે કડીયાપ્લોટ શેરી નં.2માં રહેતો દિલીપ ઉર્ફે રામજાને ગોવીદ પરમાર (ઉવ ૩૨) તથા તેનો મિત્ર અમીત રાણા વેગડા(ઉવ ૨૨ રે કડિયા પ્લોટ શેરી નં 1) નામના શખ્સો સાયકલોની ચોરી કરી આ સાયકલો દિલીપ ઉર્ફે રામજાને ના રહેણાક મકાનના ફળીયામાં છુપાવેલ છે.જેથી આ સ્થળે પોલીસે દરોડો પાડતા મકાનના ફળીયામાં કુલ 8 સાયકલો મળી આવી હતી.

અને આ સાયકલો બન્ને શખ્સો આડી અવળી કરતા હોવાથી સાયકલો બાબતે બન્ને શખ્સને આધાર પુરાવા માંગતા રજુ કર્યા ન હતા.અને યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા સાયકલો બાબતે કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.આથી પોલીસે ૨૧,૫૦૦ રૂ ની કીમત ની આઠ સાયકલ કબજે કરી બન્ને ની પુછપરછ કરતા બન્ને એ છેલ્લા દસ દિવસ માં આ તમામ સાયકલ શહેર ના છાયા ચોકી,રૂપાળીબાગ,એમજી રોડ,પેરેડાઇઝ સિનેમા પાસે સહિતના સ્થળો એ થી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.અને બન્ને શખ્સો શહેરના અલગ અલગ વિસ્તારમાં સાયકલમા તાળુ મારેલ ન હોય તેવી પાર્ક કરેલ સાયક્લો લઇ ને જતા રહેતા હોવાનું જણાવ્યું હતું.અને અને ઘરે સાયકલો એકઠી કરી વેચવાની હિલચાલ કરતા હોવાની પણ કબુલાત આપતા પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે