પોરબંદર
પોરબંદર પાલિકા દ્વારા ચોપાટી પાસે રહેલ ચાઇનીઝ નોનવેજ બજાર નું સ્થળાંતર કરી વૈકલ્પિક જગ્યા તરીકે જૂની દીવાદાંડી પાસે નો વિસ્તાર ફાળવવામાં આવ્યો છે જેનો વિવિધ સમાજ દ્વારા વિરોધ કરી ચાઇનીઝ બજાર નું અન્યત્ર સ્થળાંતર કરવા રજૂઆત કરી છે.

 

 

 

પોરબંદર ની ચોપાટી નજીક છેલ્લા ૧૨ વરસ થી ચાઇનીઝ નોનવેજ ના ધંધાર્થીઓ દ્વારા લારીગલ્લા રાખી અને વ્યવસાય કરવામાં આવે છે જે તમામ રેકડીઓ નું સ્થળાંતર કરવાનો ઠરાવ પાલિકા ની અગાઉ નો બોડી દ્વારા કરાયો હતો અને તેમને વૈકલ્પિક જગ્યા તરીકે જૂની દીવાદાંડી પાસે નો વિસ્તાર ફાળવવામાં આવ્યો હતો જેનો ભોય સમાજ,વોહરા સમાજ,સલાટ જ્ઞાતિ,સિપાહી સમાજ વગેરે દ્વારા વિરોધ કરાયો હતો અને આજે આ અંગે પાલિકા ના વહીવટદાર ને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે જે જગ્યા ફાળવવામાં આવી છે ત્યાં ભરચક રહેણાંક વિસ્તાર છે ,અહી દાઉદી વ્હોરા સમાજ ની બે મસ્જીદ આવેલ છે જેમાં પ્રાર્થના માટે મહિલાઓ પણ મોટી સંખ્યા માં આવે છે જેથી બહેન દીકરીઓ ની સલામતી પણ જોખમાઈ સકે તેમ છે.અહી મંદિર પણ આવેલ છે અને પરસોતમ માસ દરમ્યાન અસ્માવતી ઘાટ જતી મહિલાઓ ને અહીંથી જ પસાર થવું પડે છે. અહી નોનવેજ નું વેચાણ થવાથી અન્ય હિંદુ સમાજ ની લાગણી પણ દુભાશે રહેણાંક વિસ્તાર હોવાથી અહીના ધંધાર્થીઓ સાથે સ્થાનિકો નું ઘર્ષણ પણ વધશે આથી અહી સ્થળાંતર નો વિવિધ સમાજ દ્વારા સખ્ત શબ્દો માં વિરોધ છે તો બીજી તરફ આજે રેકડી કેબીન એસોસિએશન દ્વારા પણ આવેદન આપી ને એવું જણાવ્યું હતું કે પાલિકા દ્વારા શહેર ના કોઈ પણ વિસ્તાર માં રેકડી કેબીન હટાવતા પહેલા રેકડી કેબીન એસોસિએશન ને  જાણ કરી તેની સાથે ચર્ચા કરી ને બાદ માં યોગ્ય નિર્ણય લેવામાં આવે.
આજે રેકડી કેબીન ધારકો એ મોટી સંખ્યા માં પાલિકા કચેરી ખાતે સુત્રોચ્ચાર કર્યા હતા જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યા માં જોડાઈ હતી.

જુઓ આ વિડીયો