પોરબંદર

આવનારી વિધાન સભાની ચૂંટણીમાં પોરબંદર બેઠક પર ખારવા સમાજના વ્યક્તિને ટીકીટ આપવામાં આવે તેવી ખારવા ચિંતન સમિતિ દ્વારા ત્રણેય રાજકીય પક્ષોને રજૂઆત કરી છે.

વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે.અને તેને લઇ ને વિવિધ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે પોરબંદરની ખારવા ચિંતન સમિતિના નવનિયુક્ત પ્રમુખ વિનુભાઈ બાદરશાહી દ્વારા ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને લેખિત રજૂઆત કરી પોરબંદર બેઠક પર ખારવા સમાજના વ્યક્તિને ટીકીટ આપવામાં આવે તેવો અનુરોધ કર્યો છે.જેમાં જણાવ્યું છે કે,પોરબંદરમાં 50 થી 60 હજાર જેટલા ખારવા સમાજના મતદારો છે.રાજકીય પક્ષો ખારવા સમાજને ટીકીટ આપશે તો ચોક્કસ પણે સફળતા મળે તેમ છે.અને ખારવા સમાજ નો વ્યક્તિ ધારાસભ્ય બને તો હાલ ના તેઓના સમાજ ને લગતા અનેક પ્રાણપ્રશ્નો નો નિકાલ થઇ શકશે.જેથી ખારવા સમાજની વ્યક્તિ ને ટીકીટ આપવા આવે તેવું રજૂઆત માં જણાવ્યું છે.જો ખારવા સમાજ ના વ્યક્તિ ને રાજકીય પક્ષો દ્વારા ટીકીટ ન આપવામાં આવે તો ચિંતન સમિતિ દ્વારા અપક્ષ માં લડવાની પણ સંપૂર્ણ તૈયારી હોવાનું મીડિયા સાથે વાતચીત માં વિનુભાઈ એ જણાવ્યું છે.

અગાઉ ભાજપ અગ્રણી પ્રવીણભાઈ ખોરાવા એ ભાજપ માં થી ટીકીટ માટે દાવેદારી કર્યા બાદ ખારવા ચિંતન સમિતિ એ પણ વિવિધ રાજકીય પક્ષો પાસે ટીકીટ માંગતા શહેર માં વિધાનસભા ની ચૂંટણી ની જાહેરાત અગાઉ જ રાજકીય ગરમાવો આવી ગયો છે.

જુઓ આ વિડીયો