પોરબંદર

પોરબંદર જિલ્લાની આશાવર્કર બહેનોએ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી કોરોના કામગીરીનું વળતર ચૂકવવા અંગે માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.અને ડીડીઓને રજૂઆત કરી હતી.ડીડીઓ એ બે દિવસ માં પ્રશ્નો ના નિરાકરણ ની ખાતરી આપતા હાલ પુરતો મામલો થાળે પડ્યો છે.

પોરબંદર જિલ્લાની આશાવર્કર બહેનો તથા ફેસિલિટર બહેનો એ કોંગી અગ્રણી રામદેભાઈ મોઢવાડીયા,યુથ કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ પરમાર સહિતના આગેવાનોને સાથે રાખી જિલ્લા પંચાયત ખાતે સુત્રોચ્ચાર કર્યો હતો.અને પડતર માંગ નું નિરાકરણ ન આવતા રોષ વ્યક્ત કર્યો હતો.ત્યાર બાદ બહેનો ને સાથે રાખી કોંગી આગેવાનો એ ડીડીઓને રજૂઆત જણાવ્યું હતું કે,બહેનો ને કોરોના સમયમાં સર્વે કામગીરીના 1 માસના રૂ. 1000 મળવાપાત્ર હતા.તેમાંથી અમુક માસના રૂ. 500 આવ્યા છે.

કોરોના સેશનના રૂ. 200 અને નાસ્તાના રૂ. 100 આપવાના હતા જે આપ્યા નથી.વધારાના કામનું મહેનતાણું મળતું નથી.સરકારી યોજનાના ફોર્મ ભરવાનું વળતર,સગર્ભા બહેનોનું 9 માસ સુધી સેવાનું વળતર મળ્યું નથી.આશા વર્કર બહેનો ને રાજકીય કે સરકારી કાર્યક્રમ માં મેદની બતાવવા બહેનોને બોલાવવા માં છે.પરંતુ સાંજ સુધી પાણી,નાસ્તો કે ભોજન આપ્યા વગર બેસાડી રાખે છે.

કોરોના સમયમાં ફિલ્ડ વર્ક કરી આશાવર્કરો અને ફેલીસીટર બહેનોએ અનેક લોકોનાં જીવ બચાવવામાં મદદ કરી હતી.ગામડાઓમાં રહેતી આશાવર્કરો એ દૂર દૂર સુધી એકલાં ફિલ્ડ વર્ક માં જવું પડે છે જ્યાં તેમની સેફટી પણ હોતી નથી.રજૂઆત અંગે ડીડીઓ વી કે અડવાણી એ જણાવ્યું હતું કે સેશન અને નાસ્તા અંગે બે દિવસ માં વળતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.અને અન્ય વળતર માટે પણ સરકારમાં જાણ કરશે.

જુઓ આ વિડીયો