પોરબંદર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા લેવાયેલી પરીક્ષાના ધો. ૧૦ના બોર્ડના પરિણામ જાહેર થયું છે ત્યારે પોરબંદર જીલ્લાનું પરિણામ માત્ર ૫૯.૫૨ ટકા આવ્યું છે છે જેમાં એ–વન ગ્રેડમાં બે જ વિધાર્થીઓનો સમાવેશ થાય છે. પોરબંદર જીલ્લામાં ૬,૮૬૨ વિધાર્થીઓ પૈકી ૬૭૬૭ વિધાર્થીઓએ ૧૦માં ધોરણની પરીક્ષા આપી હતી જેમાંથી ૧રપ વિધાર્થીઓને એ–ટુ ગ્રેડ, ૪૪૯ વિધાર્થીઓને બી–વન, ૧૦૨૨ વિધાર્થીઓને બી–ટુ, ૧૪૬૭ વિધાર્થીઓને સી–વન, ૮૬૮ વિધાર્થીઓને સી–ટુ, ૯પ વિધાર્થીઓને ડી, ૧૨૪૫ વિધાર્થીઓ ઇ–વન, ૧૪૯૪ વિધાર્થીઓ ઇ–ટુ મળી કુલ ૪૦૨૮ વિધાર્થીઓ પાસ જાહેર થયા છે. જયારે ૨૭૩૯ વિદ્યાર્થીઓ ને પરિણામ સુધારણા ની જરૂર હોવાનું જાહેર થયું છે આમ, ધો 10 નું પરિણામ ૫૯.૫૨ ટકા જાહેર થયું છે. જે ગત વરસ ની સરખામણી એ પરિણામ માં 3 ટકા નો ઘટાડો જોવા મળે છે
પોરબંદરના કુલ ૧૧ પરીક્ષા કેન્દ્રો ઉપર ધો. ૧૦ ના પરિણામો જાહેર થયા છે જેમાં પોરબંદરનું પરિણામ પ૩.પ૭ ટકા, કુતિયાણાનું પપ.૮૩ ટકા, રાણાવાવનું ૭પ.૦૪ ટકા, માધવપુરનું પ૭.૩૩ ટકા, અડવાણાનું પ૩.પર ટકા, રાણાકંડોરણાનું ૮૦.પપ ટકા, વિસાવાડાનું ૬૦.૧૩ ટકા, દેવડાનું ૬૦.ર૧ ટકા, મહીયારીનું ૭૧.૯ર ટકા, નાગકાનું ૬ર.૧ર ટકા અને બળેજનું ૬ર.પ૭ ટકા પરિણામ જાહેર થયું છે.
પોરબંદર કેન્દ્રનું પરિણામ ગત વર્ષ કરતા ૧ર.રર ટકા ઓછું આવ્યું છે. કુતિયાણાનું પ.૭૯ ટકા, અડવાણાનું ર.૭પ ટકા, રાણાકંડોરણાનું ૪.૩૭ ટકા, વિસાવાડાનું ૧પ.૪ ટકા, દેવડાનું ૬.૮૦ ટકા, મહીયારીનું ૬.પ૯ ટકા ઓછું પરિણામ ગત વર્ષ કરતા આવ્યું છે જયારે રાણાવાવનું ર૬.૮૯ ટકા, માધવપુરનું ૧૧.૧૬ ટકા અને નાગકાનું ૭.ર૬ ટકા પરિણામ ગત વર્ષ કરતા વધ્યું છે.
પોરબંદર ની ખાનગી શાળા માં અભ્યાસ કરતી વારા ડિમ્પલ હરીશભાઈ તથા ખૂટી રાણા રામદેભાઈએ એ 1 ગ્રેડ મેળવ્યો છે.

જુઓ આ વિડીયો  

Advertisement