પોરબંદર

પોરબંદર ખાતે આવેલ મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ જર્જરિત બન્યું છે.હાલ વરસાદી સીઝન માં અહી છત પર થી પાણી ટપકી રહ્યું છે.તથા દીવાલોમાં લુણો લાગી ગયો છે.બિસ્માર હાલત ના કારણે ઉપરના માળે રૂમમાં તાળા મારી દીધા છે. જેથી પ્રવાસીઓ નિરાશ થઇ ને પરત ફરી રહ્યા છે.

પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળે અનેક પ્રવાસીઓ મુલાકાતે આવે છે.અને અહીની મુલાકાત લઈ ગર્વની લાગણી અનુભવે છે.હાલ માં કોરોના નું સંક્રમણ ઓછુ થતા અનેક રાજ્યો માંથી મોટી સંખ્યા માં પ્રવાસીઓ અહી આવી રહ્યા છે.પરંતુ અહી છત પર થી પાણી ટપકતું હોવાથી તથા ઓરડાઓ જર્જરિત બન્યા હોવાથી ઉપરના માળે રૂમને તાળા મારી દેવામાં આવ્યા છે.

અને લાઈટ પણ ઘણા સમય થી બંધ હોવાથી અંધારપટ્ટ છવાઈ ગયો છે.જેથી પ્રવાસીઓએ આ સ્થાન નિહાળવા અંધારા માં ફાંફા મારવા પડે છે.તેમાં પણ ઉપર ના ભાગે રૂમમાં તિરાડો જોવા મળે છે.તથા દીવાલો માં પણ ભેજ ઉતરે છે અને લુણો લાગી ગયો છે.જેથી ઉપર ના માળે રૂમો બંધ કરી દેવાયા છે.જેથી પ્રવાસીઓ અડધું કિર્તીમંદિર નિહાળી નિરાશ થઇ ને પરત ફરી રહ્યા છે.જેથી વહેલીતકે અહી સમારકામ કરવામાં આવે તથા તમામ ઓરડાઓ ખુલ્લા મુકવામાં આવે તેવી માંગ પ્રવાસીઓ કરી રહ્યા છે.

જુઓ આ વિડીયો 

Advertisement