Wednesday, September 28, 2022

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ની સ્મશાનભૂમિ માં લાકડા નો જથ્થો રાખવાનું ગોડાઉન અતિ જર્જરિત હાલત માં:ચોમાસા પહેલા સમારકામ ની માંગ

પોરબંદર

પોરબંદરના સ્મશાનભૂમિ ખાતે આવેલ લાકડા ના સંગ્રહ માટે નું ગોડાઉન બિસ્માર હાલતમાં જોવા મળે છે.છત જર્જરિત થવાના કારણે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે.જેથી દર વર્ષે લાકડા,છાણા નો જથ્થો પલળી જાય છે.આથી આ ચોમાસા પહેલા ગોડાઉનનું રિપેરીંગકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોરબંદરના મુખ્ય સ્મશાન ભૂમિ ખાતે ગોડાઉન બિસ્માર હાલતમાં નજરે ચડે છે.જે સ્થળે લાકડા, છાણા અને ઘાસનો જથ્થો રાખવામાં આવે છે તે ગોડાઉન બિસ્માર બન્યો છે.જેને કારણે લાકડા સહિતની ચીજો સાચવવામા મુશ્કેલી પડી રહી છે.આમ તો પાલિકા તંત્ર દ્વારા સ્મશાન ભૂમિમાં સુવિધા વધારવા બજેટ ફાળવવામાં આવે છે.પરંતુ લાંબા સમયથી ગોડાઉન બિસ્માર હાલતમાં છે.અને ગોડાઉનનું સમારકામ કરવામાં આવ્યું નથી.

ગોડાઉનની છત ખવાઈ ગયેલી છે અને લોખંડ બહાર દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત ગોડાઉનની દીવાલમા પણ મોટી તિરાડ પડી ગઈ છે.ચોમાસા દરમ્યાન પાણી છત પરથી ટપકે છે.ગત વર્ષે જ ચોમાસા દરમ્યાન વરસાદી પાણી છત પરથી ટપકતા લાકડા,છાણા,ઘાસ વગેરે નો મોટો જથ્થો ખરાબ થઈ ગયો હતો.ત્યારે હવે ચોમાસુ નજીક છે.ત્યારે ગોડાઉન નું સમારકામ જરૂરી બન્યું છે.સ્મશાન ના કર્મચારી ઓ દ્વારા આ ગોડાઉન સમારકામ માટે અવાર નવાર લેખિત જાણ કરવા છતાં પાલિકાના સત્તાધીશો ગોડાઉનનું સમારકામ કરાવવા મા ઉત્સાહ બતાવતા નથી.પાલિકા દ્વારા બાગબગીચા સહીત અનેક સ્થળો એ કરોડો ની રકમ ખર્ચવામાં આવે છે.પરંતુ શહેર ના એક માત્ર હિંદુ સ્મશાન ની જાળવણી કરવામાં પાલિકા ના સતાધીશો ઉદાસીનતા દાખવી રહ્યા છે.જેથી ચોમાસા પૂર્વે ગોડાઉનનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે