પોરબંદર

પોરબંદર શહેર ની સોની બજાર નો મુખ્ય માર્ગ અતિ બિસ્માર હાલત માં છે.જેના લીધે વેપારીઓ અને રાહદારીઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે.આથી આ રસ્તા નું વહેલીતકે નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોરબંદર ના માણેક ચોક થી હોળી ચકલા સુધી જતો માર્ગ સોની બજાર તરીકે ઓળખાય છે.આ માર્ગ પર જ શહેર ના અનેક સોની વેપારીઓ ના દુકાન ,શો રૂમ આવેલા છે.આ માર્ગ છેલ્લા ઘણા સમય થી અતિ બિસ્માર હાલત માં જોવા મળે છે.

જુઓ આ વિડીયો 

આ માર્ગ ના ગાબડા પરથી વાહનો પસાર થવાથી અવારનવાર પથ્થરો ઉડી અને વેપારીઓ ના શોરૂમ ના કાચ પર લાગે છે.જેથી વેપારીઓ ને આર્થીક નુકશાન પણ સહન કરવું પડે છે.તો ઈજાના પણ બનાવ બને છે.એ સિવાય આ માર્ગ ની આસપાસ રહેણાંક વિસ્તાર પણ ખુબ મોટા પ્રમાણ માં છે.અહી રહેતા તમામ લોકો તથા આ વિસ્તાર માં દુકાન ધરાવતા વેપારીઓ ને ને દરરોજ આ ખખડધજ માર્ગ પર થી જ પસાર થવું પડે છે.

શહેર માં મોટા ભાગ ના રસ્તા નું નવીનીકરણ થયું છે.તો સોની બજાર માં જ અંતરીક શેરી ગલીઓ માં બ્લોક પાથરવા ની કામગીરી થઇ છે.ત્યારે મુખ્ય માર્ગ ના નવીનીકરણ માં શા માટે વિલંબ થઇ રહ્યો છે.તેવા સવાલો સ્થાનિકો માં ઉઠી રહ્યા છે.હવે નવરાત્રી,ધનતેરસ અને દીપાવલી સહીત ના પવિત્ર તહેવારો નજીક છે.ત્યારે વહેલીતકે આ મુખ્ય માર્ગ નું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Advertisement