પોરબંદર
પોરબંદર જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં માં કેન્ટીન,ભોજનકક્ષ અને વિશ્રામગૃહ ની સુવિધા નથી. જેને કારણે દર્દીઓ તથા તેમના સગા-સબંધીઓ હેરાનપરેશાન થઈ રહ્યા છે.આથી આ અંગે યોગ્ય કરવા સામાજીક કાર્યકરે પી આઈ યુ વિભાગ ને રજૂઆત કરી છે.

પોરબંદર જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં દરરોજ જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે ઉમટી પડતા હોય છે.જેમાં અનેક દર્દીઓ ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોય છે.દર્દી સાથે તેમના પરિવારજનો પણ આવતા હોય છે.પરંતુ આ હોસ્પિટલમાં ભોજનકક્ષની તેમજ કેન્ટીનની સુવિધા નથી.જેને કારણે આસપાસના ગામડાઓ માંથી તેમજ બહારથી આવનાર લોકો ને પરેશાની ભોગવવી પડે છે.

ખાસ કરી ને રાત્રીના સમયે ઈમર્જન્સી સમયે તથા દર્દીની સાથે રહેલા સગા-સબંધીઓને ચા, કોફી, નાસ્તા માટે કોઈ જ કેન્ટીન રાખવામાં આવી નથી.રાત્રીના બજારો પણ બંધ હોય જેથી આ લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે.ઉપરાંત દિવસ ના સમયે પણ દર્દીઓ ના સગાઓ ને હોસ્પિટલ ના પટાંગણ માં જ ખુલ્લા માં જમવા બેસવું પડે છે.આથી પોરબંદરના સામાજીક કાર્યકર રસિકભાઈ પઢીયારે પી આઈ યુ વિભાગ આવેદનપત્ર પાઠવ્યું છે.અને દર્દીઓ તેમજ તેમની સાથે આવનાર સબંધીઓની મુશ્કેલીને ધ્યાને લઈને તાત્કાલીક હોસ્પિટલ તંત્ર ભોજનકક્ષ અને કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરી છે.

રજૂઆત માં માં એવું પણ જણાવ્યું છે કે તાજેતર માં હોસ્પિટલ ના નવીનીકરણ માટે એક કરોડ જેવી માતબર રકમ મંજુર થઇ છે.ત્યારે નવીનીકરણ ની કામગીરી માં કેન્ટીન અને વિશ્રામગૃહ નો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે.

જુઓ આ વિડીયો 

Advertisement