પોરબંદર
હાલ લોકડાઉન દરમ્યાન પોરબંદર કલેકટર દ્વારા મરઘા-માંસ અને માછલી વિવિધ વિસ્તારમાં સાંજના પ-૦૦ કલાક સુધી રેકડી ફેરવીને વિતરણ કરી શકાશે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમ છતાં પોરબંદર ની મચ્છી માર્કેટ માં ૬૦ થી વધુ મહિલાઓ જાહેર માં બેસી અને મચ્છી નું વેચાણ કરતી હતી જેથી આ અંગે પોલીસ ને જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને તમામ ની અટકાયત કરી શોશ્યલ ડીસ્ટન્સ સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતે લઇ જવામાં આવી હતી જ્યાં તમામ સામે જાહેરનામા ભંગ નો ગુન્હો દાખલ કર્યો હતો આ અંગે ની જાણ થતા પોરબંદર સમસ્ત ખારવા સમાજ ના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ પણ તુરંત પોલીસ હેડક્વાર્ટર ખાતે દોડી ગયા હતા અને તમામ મહિલાઓ માટે નાસ્તા ની વ્યવસ્થા કરી હતી તથા તમામ ની જામીન ની વ્યવસ્થા અંગે કાર્યવાહી હાથ ધરી હતી
જુઓ આ વિડીયો

Advertisement