પોરબંદર

પોરબંદરના મચ્છીમાર્કેટમાં છત નહીં હોવાથી વરસાદને લીધે ગંદકી ખદબદી રહી છે.અને ધંધાર્થી મહીલાઓને મચ્છીના વેચાણમાં પણ મુશ્કેલી અનુભવવી પડતી હોવાથી કોંગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

પોરબંદર કોંગ્રેસના વોર્ડ નં. ૭ના પ્રમુખ અશ્વિનભાઇ દેવજીભાઇ મોતીવરસ અને શહેર કોંગ્રેસના અગ્રણી હરીશભાઇ મોતીવરસ તેમજ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ હેરી કોટીયાએ તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,મચ્છીમાર્કેટમાં છત નહીં હોવાને કારણે વરસાદી પાણી ત્યાં એકઠું થાય છે.અને તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ત્યાં ગંદકી ખદબદી રહી છે.ત્યારે નગરપાલિકાના તંત્ર દ્વારા તેની યોગ્ય સાફ-સફાઇ કરવામાં આવે અને છત બનાવી આપવામાં આવે તો દર ચોમાસે મચ્છીના ધંધાર્થીઓને વેઠવી પડતી સમસ્યાનો અંત લાવી શકાય.

પોરબંદરની મચ્છી માર્કેટમાં છતના અભાવે વરસાદી પાણી ભરાઇ જાય છે.અને તેના નિકાલ માટે કોઇ જ વ્યવસ્થા નહીં હોવાથી ગંદકી અને જીવજંતુઓનો ઉપદ્રવમાં વધારો થયો છે.અને આ ગંદકી ધંધાર્થીઓ અને ગ્રાહકોના આરોગ્યને પણ નુકશાન પહોંચાડે છે. મચ્છી પણ બગડી જાય છે,મહીલાઓ જયારે માછલા વહેંચવા માટે બેસે છે.ત્યારે તેમને તાલપત્રી બાંધવી પડે છે.અને તેમાંથી પણ વરસાદના પાણી ટપકે છે.અને માછલાના માલને નુકશાન થાય છે.

મચ્છી માર્કેટની આ સમસ્યાને કાયમી ધોરણે હલ કરી યોગ્ય આયોજન તંત્રએ હાથ ધરવું જોઇએ.મચ્છીમાર્કેટમાં મચ્છી વહેંચવા આવતા ધંધાર્થીઓને વ્યવસ્થિત બેસવા અને સામાન રાખવા માટે બાંકડા અને ઓટલા બનાવી આપવા જોઇએ.પુરતા પ્રમાણમાં સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા પણ કરાવી આપવી જોઇએ.જેથી ધંધાર્થીઓ અને ગ્રાહકોને કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. પોરબંદર નગરપાલિકાના સત્તાધીશોએ આ બાબતને ગંભીરતાથી લઇને તાત્કાલીક પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તે પ્રકારની રજુઆત કરવામાં આવી છે.

જુઓ આ વિડીયો 

Advertisement