પોરબંદર
પોરબંદર તાલુકા માં આવેલ શીંગડા ગામ માં પૌરાણિક ગોપાલજી નું ભવ્ય મંદિર આવેલ છે.અહીં આ મંદિરમાં માધવરાય અને કલ્યાણ રાય ની ઉભી મૂર્તિઓ આવેલ છે.ઉપરાંત રામ દરબાર પણ મૂર્તિ સ્વરૂપે બિરાજે છે.

આ મંદિર જગતગુરુ રામાનંદ આચાર્ય ની આચાર્ય પીઠ છે.આ ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે.અહીં ભગવાન શ્રી કૃષ્ણ મથુરા થી દ્વારકા જતી વખતે અહીં શૃંગી ઋષિ ના આશ્રમે વિશ્રામ કરેલ.અને શૃંગી ઋષિ સ્થાપિત શિગેશ્વર મહાદેવની પૂજા કરી હતી.

તાજેતર માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા બંદર ગામની સત્સંગ મંડળ ની બહેનો દ્વારા શીંગડા ગોપાલજી દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત મંદિરમાં વિધિવત ધ્વજાજી નું પૂજન કરવામાં આવ્યું હતું.અને મંદિરના પરિસરમાં કીર્તન કર્યા હતા.ધ્વજારોહણ બાદ પરિસરમાં સત્સંગ મંડળના બહેનો દ્વારા રાસ રમવામાં આવ્યા હતા.અને ત્યારબાદ પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.

આ મંદિર પૌરાણિક હોવાથી ગામમાં પણ કોઈ સારો પ્રસંગ હોય ત્યારે ગ્રામજનો તેમજ વાડી વિસ્તારના ખેડૂતો દ્વારા પણ અવારનવાર અહીં ધ્વજારોહણ કરવામાં આવે છે.
રિપોર્ટર ધીરુભાઈ નિમાવત બગવદર

જુઓ આ વિડીયો 

Advertisement