પોરબંદર

પોરબંદર તાલુકાના વાછોડા ગામના વતની અને વાછોડા થી રોઝડા જતા રસ્તે ફક્ત છ એકર વાડી ધરાવતા ખેડૂતનો પુત્રએ  અમેરિકામાં વિશ્વની નંબર વન કંપનીમાં જોબ મેળવી છે. આ યુવાન સી.એ.નો અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે અમેરિકા ગયેલ ત્યાં તેમને ખુબ જ સારી ટકાવારી મળતા અમેરિકામાં વિશ્વની ચાર મોટી ઓડિટ ફાર્મ કંપની માં થી એક E Y ફાર્મ કંપનીમાં જોબ મળી ગઇ હતી.

પોરબંદર તાલુકાના વાછોડા ગામના વતની અને વાછોડાથી રોઝડા જતા રસ્તે ફક્ત છ એકર વાડી ધરાવતા ખેડૂત રામભાઈ આલાભાઇ ગોઢાણિયાના પુત્ર નિલેશભાઈને વિશ્વની ચાર મોટી ઓડીટ ફાર્મ કંપની જેમાં અમેરિકામાં આવેલ ઓડિટ ફાર્મ E Y ફાર્મ કંપનીમાં જૉબ મળતા પરિવારમાં ખુશીનું મોજુ ફેલાયેલ છે.

આ બાબતે વાછોડા ગામના ખેડૂત રામભાઈ ગોઢાણિયાના જણાવ્યા મુજબ તેમને ખેતીની ફક્ત છ એકર જમીન છે અને એક પુત્ર નિલેશ અને બે પુત્રીઓ છે.​​​​​​​નિલેશે 1 થી 4 ધોરણ વાછોડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ ત્યારબાદ ધોરણ ૫ થી ૭ રોજડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ ત્યારબાદ ધોરણ 8 થી 10 બગવદર ગ્રામ્ય ભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરેલ અને ત્યારબાદ બરોડા અભ્યાસ અર્થે ગયેલ.

ત્યાં સી.એ.નો અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે અમેરિકા ગયેલ ત્યાં તેમ ને ખુબ જ સારી ટકાવારી મળતા અમેરિકામાં વિશ્વની ચાર મોટી ઓડિટ ફાર્મ કંપની માં E Y ફાર્મ કંપનીમાં તારીખ 12-7-2021ના રોજ જોબ મળી જતા ગોઢાણીયા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયેલ છે.આ તકે વાછોડા ગામના યુવા સરપંચ ભરતભાઈ ઓડેદરાએ પણ ખૂબ જ ખુશી વ્યક્ત કરી નીલેશ ના પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા.

જુઓ આ વિડીયો   

Advertisement