Advertisement

પોરબંદર
પોરબંદર ના મોઢવાડા ગામે આજે સવારે કાકા ભત્રિજા પર અગાઉ ના મનદુઃખ ના કારણે બે સખ્શો એ હુમલો કર્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોઢવાડા ગામે વાડી વિસ્તાર માં રહેતા રામ ઉર્ફે ભીખુ ભીમા મોઢવાડિયા (ઉવ ૪૮)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે જ ગામ માં રહેતા રમેશ વણઘા મોઢવાડિયા ના પિતા બારેક વરસ અગાઉ લખુ જીવા મોઢવાડિયા ને મારવા આવ્યા હતા ત્યારે રામે તેઓને છોડાવ્યા હતા જે બાબત નું મનદુઃખ રાખી અને આજે સવારે પોતે બાઈક લઇ ને મોઢવાડા થી બગવદર જતા રસ્તે પસાર થતો હતો ત્યારે રમેશ તથા રમેશના ખેતર માં કામ કરતો પરપ્રાંતીય શખ્શ બન્ને કાર લઇ ને આવ્યા હતા અને પાછળ થી રામ નું બાઈક અડફેટે લઇ તેને પછાડી દીધો હતો અને ત્યાર બાદ બન્ને શખ્શો લાકડા ની હોકી તથા લાકડા ના ગેડિયા વડે હુમલો કરી બન્ને હાથ તથા બન્ને પગ માં ફેકચર કરી દીધું હતું અને ગાળો કાઢી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી દરમ્યાન માં રામ ને બચાવવા વચ્ચે પડેલા તેના બે ભત્રીજા રામદે તથા દેવશી પર પણ હુમલો કરી ઈજાઓ કરી હતી હુમલા દરમ્યાન બન્ને સખ્શો એ કાર માંથી કાળા કલર નું પિસ્તોલ જેવું હથીયાર પણ કાઢ્યું હતું અને રમેશે હવા માં અવાજ કર્યા હતા જેથી મોહને તે હથીયાર તેની પાસે થી આંચકી લીધું હતું આથી રમેશે તેની સાથે રહેલા પરપ્રાંતીય ને બીજી પિસ્તોલ લાવવાનું કહેતા શ્રમિક ગાડી માંથી બીજું હથીયાર લાવ્યો હતો જેનાથી રમેશે ફરીથી હવા માં અવાજો કર્યા હતા તેવું પણ ફરિયાદ માં જણાવ્યું છે હુમલા માં રામ ને વધુ ઈજા થતા રાજકોટ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે જયારે રામદે ને પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માં ખસેડવામાં આવ્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

જુઓ આ વિડીયો 

Advertisement