Advertisement

પોરબંદર
પોરબંદર બરડા પંથકમાં આવેલ મિયાણી અને ભાવપરા ગામ ની સીમમાં ભારે વરસાદ ના કારણે પાક નિષ્ફળ ગયો હોવાનું જણાવી ખેડૂતો એ તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવા માંગ કરી છે
પોરબંદર ના બરડા પંથકમાં ગત આઠવાડીએ પંદર ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ઘરતી પુત્રો ચિંતા માં મુકાયા હતા. ભારે વરસાદ ના કારણે પોરબંદરના બરડા પંથકમાં આવેલ મિયાણી અને ભાવપરા ની સર સિમ વિસ્તારના ખેતરો માં 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાયા હતા હાલ આ પાણી ઓસરતા મગફળી નો પાક સંપૂર્ણ નિસફળ જોવા મળી રહ્યો છે જેને લઈને આ વિસ્તાર ના ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે ખેડૂતો એ એવું જણાવ્યું છે કે મગફળી ની વાવણી કર્યા બાદ તરતજ વરસાદ પડતાં મગફળી નો પાક સંપૂર્ણ નિસફળ ગયો છે . વરસાદ થતાં આ વિસ્તારમાં પાણી તો કેડસમા ભરાય જ છે ઉપરાંત ઉપરવાસ માં આવેલ સાની ડેમ,વર્તુ ડેમ વગેરે ડેમો ના પાણી છોડતા તે પાણી આ વિસ્તારમાં ભરાય છે જેને લઈને પણ ખેડૂતો ને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પાણી ત્રણ થી ચાર દિવસે ઓસરે છે અને બીજા ચાર થી પાંચ દિવસે વાવેતર થાય છે એટલે સમયસર વાવેતર પણ નથી થતું તો બીજી તરફથી વર્ષો થી આ વિસ્તારના ખેડૂતો ની નિજોર કેનાલ બનાવની પણ માગણી છે જો નિજોર કેનાલ બને તો આ વિસ્તાર માંથી પાણી તાત્કાલિક ઓસરી જાય પરંતુ આ અંગે પણ યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનું ખેડૂતો એ જણાવ્યું હતું

જુઓ આ વિડીયો 

Advertisement