Monday, September 26, 2022

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ના બાળકો એ નેશનલ થાઈ બોક્સિંગ કપ માં 6 મેડલ મેળવ્યા

પોરબંદર

પંચગની ખાતે આયોજિત નેશનલ થાઈ બોક્સિંગ કપ માં પોરબંદર ના બાળકો એ 6 મેડલ મેળવ્યા છે.

મહારાષ્ટ્ર ના પંચગીની મહાબળેશ્વર ખાતે ઇન્ડિયન થાઇબોક્સિંગ ફેડરેશન દ્વારા યોજાયેલ ૮મી નેશનલ થાઈબોક્સિંગ કપ ૨૦૨૨ માટે પોરબંદરની એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના વિદ્યાર્થીઓ જુદી જુદી એઇજ અને વેઇટ કેટેગરીમાં પસંદગી પામ્યા હતા.જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી એક ગોલ્ડ મેડલ,બે સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવી વિદ્યાર્થીઓએ પોરબંદર ની યશ કલગી માં વધારો કર્યો છે.

જેમાં જાનવી પાંણખાણીયા એ જુનિયર વિભાગ માં ગોલ્ડ મેડલ,ક્રિપા જુન્ગીએ જુનિયર વિભાગ માં સિલ્વર મેડલ,તેજ મદલાણી એ કેડેટ વિભાગ માં સિલ્વર મેડલ ,હિતાર્થ સામાણી એ કેડેટ વિભાગ માં અને સ્નેહા કોટિયા અને વેદાંત શર્મા એ જુનિયર વિભાગ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.જયારે રેફરી માટે પસંદગી પામનાર મહેશ મોતીવરસ ની શ્રેષ્ઠ પ્રદર્શન માટે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ સાથે ટીમ ને બેસ્ટ ડિસિપ્લીન ટાઇટલ ટ્રોફી સાથે થાઇબોક્સિંગ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ કુલદીપ શર્મા અને સેક્રેટરી અમંદિપસિંગ દ્વારા સન્માન કરવામાં આવ્યું.આ ઉચ્ચત્તમ સિદ્ધિ માટે ઓલ ગુજરાત થાઇબોક્સિંગ ના પ્રેસિડેન્ટ બદ્રીનાથ પાંડે અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના મુખ્ય સંચાલક અને માર્શલાઆર્ટ્સ નિષ્ણાત કેતન કોટિયા,સુરજ મસાણી,જયેશ ખેતરપાલ,અંજલિ ગંધરોકીયા,સુનિલ ડાકી,દીપક રાનીંગા વગેરે એ શુભેચ્છા પાઠવેલ છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે