પોરબંદર

પોરબંદર ના બરડા અને રાણાવાવ પંથકમાં પીજીવીસીએલ દ્વારા વીજચોરી અંગે ચેકીંગ હાથ ધરાયુ જેમાં 53 સ્થળો એથી રૂ. 5.34 લાખની વિજચોરી ઝડપાઈ છે.

પોરબંદર પીજીવીસીએલ સર્કલ કચેરી દ્વારા ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરાયું હતું.જેમાં વધારે વિજલોસ ધરાવતા ફીડરોમાં ખાસ ચેકીંગ કામગીરી હાથ ધરાઈ હતી.બરડા પંથકના ભોમિયાવદર, પારાવાડા, મોરાણા તેમજ રાણાવાવ શહેર ના સ્ટેશન પ્લોટ,બીલેશ્વર,હનુમાનગઢ,આસિયાપાટના વિસ્તારોમાં કુલ 18 ટિમ દ્વારા 392 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા.જેમાં 53 કનેક્શનમાં વીજ મીટર તથા સર્વિસ વાયર સાથે ચેડા કરી વીજચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.અને કુલ રૂ. 5.34 લાખની વિજચોરી સામે આવતા પીજીવીસીએલનાં અધિકારીઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.વીજ દરોડા ના પગલે વીજચોરો માં ફફડાટ વ્યાપી ગયો છે.હજુ પણ પોરબંદર જીલ્લા ના અલગ અલગ વિસ્તારો માં પીજીવીસીએલ દ્વારા વીજચોરી અંગે ચેકિંગ કામગીરી ચાલુ રહેશે તેવું પીજીવીસીએલનાં વર્તુળ માંથી જાણવા મળ્યું છે.

તો બીજી તરફ પોરબંદર ના ઘેડ પંથક માં આવેલ બળેજ ગામે પોતાની કાયદેસર ની ખાણ માંથી વીજ પુરવઠો નજીક માં આવેલ અન્ય ગેરકાયદેસર ખાણ ને આપવામાં આવતા પીજીવીસીએલ દ્વારા રૂ. 3.91 લાખનો દંડ ફટકાર્યો છે.

બળેજ ગામે આવેલ ખાણ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે પીજીવીસીએલનાં અધિક્ષક ઇજનેરની સૂચનાથી પીજીવીસીએલ ટીમે ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખી વહેલી સવારે સાડા પાંચ વાગ્યે દરોડા પડ્યા હતા.જેમાં ત્રણ ખાણ ચેક કરતા એક ખાણમાં લિઝના વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારમાં ખનન ચાલુ હતું.અને નાથા સવદાસ આગઠે નામના વીજ ગ્રાહકે પોતાના વીજ કનેક્શન માંથી અન્ય ગેરકાયદેસર ચાલી રહેલી ખાણમા વીજ કનેક્શન આપ્યું હોવાનું સામે આવ્યું હતું.

આ શખ્સે પોતાની ખાણના વીજ કનેક્શન માંથી 30 મીટર વાયર લંબાવી અન્ય ગેરકાયદેસર ચાલી રહેલી ખાણને વીજ પુરવઠો આપ્યો હતો.જેથી આ શખ્સને રૂ. 3.91 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.પીજીવીસીએલનાં ડેપ્યુટી એન્જીનીયર નાગાજણભાઈ પરમારે જણાવ્યું હતું.કે જે ગ્રાહકના નામે વીજ કનેક્શન મંજુર થયું હોય તે ગ્રાહક તેના પૂરતો જ વીજ પુરવઠો વાપરી શકે.જો આ વીજ પુરવઠો અન્ય વ્યક્તિને આપે તો તે વીજ પુરવઠા નું રીસેલીંગ ગણી દંડને પાત્ર છે.

જુઓ આ વિડીયો 

Advertisement