પોરબંદર
પોરબંદર ના નરસંગ ટેકરી ઓવરબ્રિજ ના બિસ્માર સર્વિસ રોડ અંગે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત થતા કલેકટરે એક માસ માં રોડ રીપેર કરવા હાઈવે ઓથોરીટીને સુચના આપી છે.
પોરબંદર ના નરસંગ ટેકરી ખાતે આવેલા ફ્લાય ઓવરબ્રિજના બંને તરફના સર્વિસ રોડ ખુબજ ખરાબ હાલતમાં હોવાથી આ સર્વિસ રોડ ઉપરથી પસાર થતા હજારો રહેવાસીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.જેથી આ બ્રિજના બંને તરફના સર્વિસ રોડ રીપેર કરવા જેસિઆઇના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરી હતી,તેના અનુસંધાને જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને નેશનલ હાઇવે વિભાગના અધિકારીઓ અને લાખણશી ગોરાણીયા સાથે મીટિંગ યોજાય હતી.
આ મિટિંગમાં જિલ્લા કલેકટરે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટરને એક મહિનામાં આ બંને સર્વિસ રોડ રીપેર કરવા આદેશ કર્યો હતો.નરસંગ ટેકરીથી પોલીટેક્નિક કોલેજ અને નરસંગ ટેકરીથી રોકડીયા હનુમાન મંદિર સુધી આવેલા બંને સર્વિસ રોડનો ડામર ઉખડી જવાના કારણે આ બને સર્વિસ રોડની આજુબાજુ આવેલ સોસાયટીઓ રહેવાસીઓ પારાવાર મુશ્કેલીઓ ભોગવતા હતા.આથી આ સર્વીસ રોડ રીપેર કરવા નેશનલ હાઇવે વિભાગને વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતાં લાખણશી ગોરાણીયાએ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરતાં આ બાબતે જિલ્લા કલેકટરે નૅશનલ હાઈવે ઓથોરિટીનાપ્રોજેક્ટ ડાયરેક્ટરને એક મહિનામાં આ રોડ રીપેર કરવાની લેખિત સૂચના આપતાં રસ્તા ના વહેલીતકે સમારકામની સ્થાનિકો એ આશા વ્યક્ત કરી છે.
જુઓ આ વિડીયો