પોરબંદર
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંકલનપૂર્ણ રીતે દરિયામાં સર્ચ અને બચાવ માટેની સજ્જતા અને પ્રતિક્રિયાનાં પગલાંને તપાસવા માટે 22-23 જાન્યુઆરીએ પોરબંદર ખાતે પ્રાદેશિક કક્ષાની સર્ચ એન્ડ રેસ્ક્યુ વર્કશોપ એન્ડ એક્સરસાઇઝ (રી સારેક્સ – 2020) હાથ ધરવામાં આવી હતી.જેમાં કોસ્ટગાર્ડના છ જહાજ ઉપરાંત ઉપરાંત નેવીનું એક જહાજ અને એરફોર્સ નું હવાઈ જહાજ પણ જોડાયા હતા

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંકલનપૂર્ણ રીતે દરિયામાં સર્ચ અને બચાવ માટેની સજ્જતા અને પ્રતિક્રિયાનાં પગલાંને તપાસવા માટે 22-23 જાન્યુઆરીએ પોરબંદર ખાતે પ્રાદેશિક કક્ષાની સર્ચ એન્ડ રેસ્ક્યુ વર્કશોપ એન્ડ એક્સરસાઇઝ (રી સારેક્સ – 2020) હાથ ધરવામાં આવી હતી. જેમાં ૨૨ તારીખે પોરબંદર કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડ કવાર્ટર – 1 ખાતે રોજ સર્ચ એન્ડ રેસ્ક્યુ વર્કશોપ અને ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ 23 જાન્યુઆરી 20 ના રોજ દરિયામાં સર્ચ એન્ડ રેસ્ક્યુ કવાયત કરવામાં આવી હતી. ઇસરો, ભારતીય નૌકાદળ, સ્થાનિક વહીવટ, બંદર અધિકારીઓ, મત્સ્યઉદ્યોગ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વીટીએમએસ, મરીન પોલીસ સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ ના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આજે કોસ્ટગાર્ડ દ્વારા પાંચ મોડ્યૂલમાં અલગ અલગ રીતે દરિયામાં બનેલી ઘટનાઓ અંગે રેસ્ક્યુ કઈ રીતે કરવામાં આવે છે અને જે તે સ્થળનું લોકેશન કઈ રીતે શોધવામાં આવે છે તેનું દિલધડક ઓપરેશન બતાવ્યું હતું જેમાં કોસ્ટ ગાર્ડના શીપ સુર સાથે મીરાબહેન, અંકિત તથા નેવીનું જહાજ તથા એરફોર્સના હેલીકોપ્ટર મી 17 અને ચેતક ઉપરાંત એક ડોનિયર એરક્રાફ્ટ તથા મરીન પોલીસ બોટ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન અંગે ની દિલધડક કવાયતો નું નિદર્શન કરાવવામાં આવ્યું હતું
સુરક્ષા કાર્યશાળામાં ચાલી રહેલા વર્કશોપ દરમિયાન બે કલાકમાં પાંચ મોડ્યૂલમાં દરિયામાં પ્લેન ક્રેસ થાય તે સમયે માસ રેસ્ક્યુ કઈ રીતે કરવામાં આવે છે તે દર્શાવવામાં આવ્યું હતું અને જો દરિયામાં કોઈપણ શીપ માંથી એકસાથે દસથી વધુ માણસો દરીયામાં પડી ગયા હોય તો લાઈફ રાફ્ટ સિસ્ટમ દ્વારા કઈ રીતે બચાવવામાં આવે છે તે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ઉપરાંત શીપ કે ફિશિંગ બોટ માં આગ લાગે તો કઈ રીતે બચાવ કરવામાં આવે છે તે અંગે પણ પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું હતું .કોસ્ટગાર્ડ ના અધિકારીઓ એ જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડનું કાર્ય સમુદ્રમાં બચાવ અને સુરક્ષા આપવાનું છે. આ ઉપરાંત અલગ અલગ સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરી રેસ્ક્યુ ઓપરેશન પાર પાડે છે. આ ઉપરાંત દરિયામાં આવતી કુદરતી આફતો જેવી કે વાવાઝોડા તથા અન્ય કોઈપણ આફતો વખતે પ્લાનિંગ સાથે માછીમાર સમાજ સાથે રહીને દરિયા માંથી બોટો પરત મોકલવાની પણ કામગીરી દ્વારા કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોસ્ટ ગાર્ડના ડીઆઈજી ઇક્બાલ સિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું અને કોસ્ટ ગાર્ડના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના આઈજી રાકેશ પાલ અને પોરબંદર પોલીસ અધિક્ષક પાર્થરાજસિહ ગોહિલ આ તકે ઉપસ્થિત રહ્યા હતાં.
જુઓ આ વિડીયો